લોકસભા ચૂંટણીની મતગણતરી માટે જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ડૉ. વિપિન ગર્ગ સહીત ઉચ્ચ અધિકારીઓએ મતગણતરી મથકનું જાત નિરીક્ષણ કર્યું
–
મીડિયા સેન્ટર સહીતની વિવિધ સ્થળોએ ઉભી કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી મેળવી
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૩ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માં ૨૩-બારડોલી (અ.જ.જા) બેઠકની મતગણતરી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ-સોનગઢ ખાતે તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૮-૦૦ વાગ્યાથી શરૂ થશે. ૨૩-બારડોલી (અ.જ.જા) લોકસભામાં સમાવિષ્ટ સાત વિધાનસભા મત વિસ્તાર મુજબ અલગ-અલગ ટેબલ/હોલમાં કુલ ૧૬૦ રાઉન્ડમાં મતગણતરી યોજાશે.જેમાં કુલ કુલ ૧૩૨૭૬૨૮ ઇ.વી.એમના મતો અને ૧૫૭૦૦ પોસ્ટલ બેલેટની મતગણતરી થનાર છે.
ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી શ્રી ડૉ. વિપિન ગર્ગ સહીત ઉચ્ચ અધિકારીઓએ મતગણતરી મથકનું જાત નિરીક્ષણ કર્યું હતું. સુરક્ષા વ્યવસ્થા, મીડિયા સેન્ટર સહીતની વિવિધ સ્થળોએ ઉભી કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
0000