ખેડૂતો ખુલ્લામાં અસહ્ય ગરમી સહન કરીને આપણા માટે અનાજ પકવે છે : સૂરજ ધીમા તપો…
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : અસહ્ય ગરમીમાં ધનિક વર્ગ એક મિનિટ માટે પણ એરકન્ડીશનનું ઘેલું છોડી શકતા નથી ત્યારે ખેડૂતો ખુલ્લામાં 40°થી 45° ડિગ્રી જેટલું તાપમાન સહન કરી આપણા માટેની પોતાની ખેતઉપજની (ખેડાણથી માંડી ધરુવાડિયુ, ફેરરોપણી, ખાતર, પિયત, નિંદામણ અને કાપણી સુધીની) વ્યવસ્થામાં રાતદિવસ અથાગ પ્રયત્નો કરતાં જોવા મળે છે. કોઈ ભલે જગતનાં તાત પર કૃપાદ્ષ્ટિ રાખે કે ન રાખે છતાં પણ આકરી ગરમીને એકબાજુ રાખી ડાંગરનાં પાકને યથાસ્થાને પહોંચાડવા સુધીની ખેડૂતની પરિશ્રમયાત્રા અવર્ણનીય હોય છે. જે વચ્ચે ફરજિયાત અસહ્ય ગરમી સહન કરીને ખેડૂતો મહેનતનાં ફળસમા ડાંગરનાં પાકને જમા કરાવવા ધોમધખતા તાપમાં કલાકોથી પોતાનાં વારાની રાહ જોતાં સુરત જિલ્લાનાં ઓલપાડ નગર સ્થિત જીન કંપાઉન્ડમાં કેમેરાની નજરે ચડ્યા હતાં.