આંતરરાજ્ય વાહન ચોરના રીમાન્ડ દરમ્યાન વાહનચોરીના ત્રણ ગુનાનો ભેદ ઉકેલી, ચોરીમાં ગયેલ ત્રણ મોટર સાયકલ રીકવર કરતી વ્યારા પોલીસ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  શ્રી એન.એસ. ચૌહાણ પોલીસ ઇન્સ્પેકટરશ્રી, વ્યારા પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ વ્યારા પો.સ્ટે.મા નોંધાયેલ આંતરરાજ્ય વાહન ચોરીના ગુનાના આરોપીઓ (૧) દિનેશભાઇ ગોટીયા ભોયે ઉ.વ.૨૦ રહે.ટેકપાડા ગામ, પો.પીપલગાવ, તા.સાક્રી, જિ.ધુલીયા (મહારાષ્ટ્ર) તથા (૨) સંજય દેવીદાસ રાઉત ઉ.વ.૨૨ રહે.ટેકપાડા ગામ, પો.પીપલગાવ, તા.સાક્રી, જિ.ધુલીયા (મહારાષ્ટ્ર)ને તા.૨૯/૦૫/૨૦૨૪ ના રોજ અટક કરી, નામદાર કોર્ટમાંથી દિન-૦૩ ના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવી, રીમાન્ડ દરમ્યાન યુકતિ પ્રયુક્તિથી પુછપરછ કરતા, આ પકડાયેલ આરોપીઓ (૧) દિનેશભાઇ ગોટીયા ભોયે ઉ.વ.૨૦ રહે.ટેકપાડા ગામ, પો.પીપલગાવ, તા.સાક્રી, જિ.ધુલીયા (મહારાષ્ટ્ર) તથા (૨) સંજય દેવીદાસ રાઉત ઉ.વ.૨૨ રહે.ટેકપાડા ગામ, પો.પીપલગાવ, તા.સાક્રી, જિ.ધુલીયા (મહારાષ્ટ્ર) તેમજ વોન્ટેડ આરોપી (૩) ક્રિષ્ણા રઘુનાથ ગાગુર્ડે રહે.બારાપાડા ચૌપાલે પૈકી સાવરપાડા, તા.સાક્રી, જિ.ધુલીયા (મહારાષ્ટ્ર) તથા (૪) અજય ત્ર્યંબક ચૌધરી રહે.જામનપાડા, તા.સાક્રી, જિ.ધુલીયા (મહારાષ્ટ્ર) એ વ્યારા તથા સુરત શહેર ખાતેથી અલગ અલગ જગ્યાએથી ત્રણ મોટર સાયકલ ચોરી કરી, સંજયભાઇ દેવીદાસ રાઉતના ઘરની પાછળ આવેલ વાડામાં ઘાસચારાની આડમાં સંતાડી રાખેલ હોવાની હકીકત જણાવતા, અલગ-અલગ ત્રણ ગુનામાં ચોરીના કામે ગયેલ ત્રણે મોટર સાયકલ આરોપી પાસેથી ૧૦૦% મુદ્દામાલ રીકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

મળી આવેલ મુદ્દામાલ :-
(૧) હોન્ડા કંપનીની કાળા કલરની લાલ પટ્ટાવીળી સી.બી. સાઇન મો.સા. જેનો ચેસીસ નંબર-ME4JC65CEKB011512 તથા એન્જીન નંબર-JC65ED0038644 નો છે જેનો ઇ-ગુજકોપ મારફ્તે તપાસ કરતા રજી.નં.GJ-26-S-6220 નો છે
(૨) હીરો હોન્ડા કંપનીની કાળા કલરની પેશન પ્રો મોટર સાયકલ જેનો ચેસીસ નંબર-MBLHA10EWBGF06637 તથા એન્જીન નંબર-HA10EDBGF27114 નો છે જેનો ઇ-ગુજકોપ મારફ્તે તપાસ કરતા રજી.નં.GJ-26-B-9133 નો છે
(૩) હીરો હોન્ડા કંપનીની કાળા કલરની બ્લ્યુ પટ્ટા વાળી સ્પેલન્ડર મો.સા. જેનો ચેસીસ નંબર-MBLHAR07XJ5E34452 તથા એન્જીન નંબર-HA10AGJ5E20617 નો જેનો ઇ-ગુજકોપ મારફતે તપાસ કરતા રજી.નં.GJ-05-SE-1439 નો છે

શોધાયેલ ગુના :-
(૧) વ્યારા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૧૨૪૦૮૩૯/૨૦૨૪, ઇ.પી.કો. કલમ-૩૭૯
(૨) વ્યારા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૧૨૪૧૦૦૭/૨૦૨૪, ઇ.પી.કો. કલમ-૩૭૯
(૩) સુરત શહેર ઉધના પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૧૦૦૪૭૨૪૧૦૯૩/ ૨૦૨૪ ઇ.પી.કો. કલમ-૩૭૯

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી :-
(૧) શ્રી એન.એસ. ચૌહાણ, પો.ઇન્સ., વ્યારા પો.સ્ટે.
(૨) શ્રી પો.સ.ઇ. જે.એમ. ગામીત, વ્યારા પો.સ્ટે.
(૩) અ.હે.કો. હિરેનભાઇ ચીમનભાઇ.
(૪) અ.પો.કો. જીજ્ઞેશભાઇ ચંદુભાઇ.
(૫) અ.પો.કો. કલ્પેશભાઇ જરસીંગભાઇ.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *