તાપી જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મતગણતરી અંગેની તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ

Contact News Publisher

23-બારડોલી સાંસદીય મત વિસ્તારની મતગણતરી માટે ૨૪૬૦ થી વધુ અધિકારી/ કર્મચારીઓ ફરજ નિભાવશે

સાત વિધાનસભા મત વિસ્‍તાર મુજબ કુલ ૧૬૦ રાઉન્ડમાં મતગણતરી થશે

કુલ.૧૩૨૭૬૨૮ ઈ.વી.એમના મતો અને ૧૫૭૦૦ પોસ્ટલ બેલેટની મતગણતરી થશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૩૧ લોકસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૪ માં ૨૩-બારડોલી (અ.જ.જા) બેઠકની મતગણતરી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ-સોનગઢ ખાતે તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૮-૦૦ વાગ્‍યાથી શરૂ થશે. ૨૩-બારડોલી (અ.જ.જા) લોકસભામાં સમાવિષ્ટ સાત વિધાનસભા મત વિસ્‍તાર મુજબ અલગ-અલગ ટેબલ/હોલમાં કુલ ૧૬૦ રાઉન્‍ડમાં મતગણતરી યોજાશે.જેમાં કુલ કુલ ૧૩૨૭૬૨૮ ઇ.વી.એમના મતો અને ૧૫૭૦૦ પોસ્ટલ બેલેટની મતગણતરી થનાર છે.

બેઠકમાં સમાવિષ્‍ટ સાત વિધાનસભા મતદાર વિભાગ મુજબ અલગ-અલગ રૂમમાં ૧૪ ટેબલની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. દરેક ટેબલ ઉપર એક મતગણતરી સુપરવાઇઝર, એક માઇક્રોઓબ્‍ઝર્વર અને એક મતગણતરી સહાયક રહેશે.

મતગણતરીની કામગીરી સુપેરે પાર પડે તે માટે તાપી જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.મતગણતરી માટે કુલ ૨૪૬૦ થી વધુ અધિકારી/ કર્મચારીઓ ફરજ બજાવશે.
એક વિધાનસભા મત વિસ્‍તાર દીઠ ૧૪ ટેબલ એમ કુલ સાત વિધાનસભાના મળી કુલ ૯૮ ટેબલ ઈ.વી.એમ માટે તથા પોસ્ટલ બેલેટ માટે અલગ હોલમાં ૨૮ ટેબલ પર મતગણતરી હાથ ધરાશે.

મેડીકલ ટીમના અને નગરપાલિકા ફાયર વિભાગ, બી.એસ.એન.એલ., જી.ઈ.બી. સહિત વિવિધ વિભાગના કર્મીઓ પણ તેમને સોંપવામાં આવેલી કામગીરી પ્રમાણે ફરજ બજાવશે. જ્‍યારે કાયદો વ્‍યવસ્‍થા જાળવણી માટે ૬૨૨ જેટલા પોલીસ અધિકારી/કર્મીઓ તેમજ હોમગાર્ડઝને તહેનાત કરવામાં આવ્યા છે.

૨૩-બારડોલી લોકસભાની વિધાનસભા મતદાર વિભાગ મુજબ મતગણતરીના થનાર રાઉન્‍ડની વિગતો જોઇએ તો ૧૫૬- માગરોળ વિધાનસભામાં ૧૯ રાઉન્‍ડ, ૧૫૭-માંડવીમાં ૨૧ રાઉન્‍ડ, ૧૫૮ કામરેજમાં ૩૭ રાઉન્‍ડ, ૧૬૯ બારડોલીના ૨૦ રાઉન્‍ડ, ૧૭૦ મહુવાના ૧૯ રાઉન્‍ડ, ૧૭૧ વ્યારા ના ૧૯ રાઉન્‍ડ અને ૧૭૨ નિઝરના ૨૫ રાઉન્‍ડ મળીને કુલ ૧૬૦ રાઉન્ડમાં મતગણતરી થશે.

પોસ્ટલ બેલેટની મતગણતરી માટે અલગ રૂમની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. બેલેટ ગણતરી માટે એ.આરઓ.અધિકારીઓ, મામલતદાર,કારકુન સહિત કુલ ૨૦૦ અધિકારી/ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે.
0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other