મતગણતરી અન્વયે બારડોલી મતવિસ્તારમાં મતગણતરી સુપરવાઈઝર, આસિસ્ટન્ટ અને માઈક્રો ઓબઝરવરશ્રીઓની તાલીમ યોજાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૩૧ લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ સંદર્ભે આગામી તા.૦૪/૦૬/૨૦૨૪ના રોજ મતગણતરી યોજાનાર છે.૨૩ બારડોલી સંસદીય મતવિસ્તારમાં સરકારી અધિકારીઓને ફરજના ભાગરૂપે મતગણતરીની કામગીરી સોંપવામાં આવી છે. જેથી ચૂંટણી અધિકારીશ્રી અને તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ મતગણતરી કામગીરી અર્થે ૨૩-બારડોલી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ સાત વિધાનસભા વાઇઝ મતગણતરીના કામે નિમણુંક પામેલ મતગણતરી સુપરવાઈઝર, આસિસ્ટન્ટ અને માઈક્રો ઓબઝરવરશ્રીઓની સોનગઢ નગર પાલિકા ટાઉન હોલ ખાતે તાલીમ યોજાઈ હતી.

નિયુક્ત પામેલ મતગણતરી સુપરવાઈઝર, આસિસ્ટન્ટ, માઈક્રો ઓબઝરવરશ્રીઓને માસ્ટર્સ ટ્રેનર્સ ડો. સી.ડી.પંડ્યા દ્વારા તાલીમ આપવામાં આવી હતી. જેમાં તાલીમાર્થીઓને મત ગણતરીની કામગીરી અને જવાબદારીઓ બાબતે માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. આ તાલીમમાં નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી બી.એચ.ઝાલા, વ્યારા મામલતદારશ્રી એચ.જે.સોલંકી સહિત ચૂંટણી વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other