સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારા દ્વારાવિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારા દ્વારા ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના નિર્દેશન હેઠળ “તમાકુ નિષેધ” ના સંકલ્પ લઈને “વિશ્વ તમાકુ નિષેધ દિવસ” ઉજવવામાં આવ્યો. આ ઈવેન્ટ્સમાં કોલેજના વિદ્યાર્થીઓ અને ટીચિંગ સ્ટાફ દ્વારા “તમાકુ નિષેધ” ની પ્રતિજ્ઞા લેવામાં આવેલ હતી.
સમગ્ર કાર્યક્રમનું સંકલન પ્રિન્સીપાલ ડો. (શ્રીમતી) જ્યોતિ આર. રાવના સફળ માર્ગદર્શન હેઠળ ડો. સ્વપ્નીલ ખેંગાર અને પ્રવૃત્તિ સમિતિની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.