તાપી જીલ્લામાં વાહન ચોરી કરતા મહારાષ્ટ્ર રાજ્યના વાહનચોરોને કુલ સાત મોટર સાયકલો, આશરે કુલ રૂ. ૧.૦૫ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી આંતર રાજ્ય વાહનચોર ગેંગનો પર્દાફાશ કરતી એલ.સી.બી. તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, I/C પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોએ પોતાના બાતમીદારો રોકી મિલ્કત સબંધી/શરીર સબંધી તેમજ વાહનચોરી સબંધી ગુના શોધી કાઢવાની કામગીરીમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.કો. ધનંજય ઇશ્વરભાઇ તથા પો.કો. રોનકકુમાર સ્ટીવનસનભાઇને ખાનગી રાહે ટેલીફોનીક બાતમી મળેલ કે, “ બે ઇસમો એક ચોરીની મો.સા. સાથે ફરે છે. જેઓ પૈકી મો.સા. ચલાવતા ઇસમે પોતાના શરીરે પીળા તથા સફેદ કલરના આડા પટ્ટાવાળી હાફ બાંયની ટી શર્ટ તથા કમરે ભુરા કલરની પેન્ટ તથા તેની પાછળ બેસેલ ઇસમે પોતાના શરીરે કથ્થઇ કલરની હાંફ બાંયની ટી શર્ટ તથા કમરે કાળા કલરની પેન્ટ પહેરેલ છે તેઓ ચોરી કરેલ એક કાળા કલરની સ્પ્લેન્ડર મો.સા. નં.- GJ-19-K-7694ની સાથે નવાપુરથી નીકળી સુરત તરફ વેચવા જનાર છે.” તેવી મળેલ બાતમી આધારે વ્યારા, બાયપાસ હાઇવે, ટીચકપુરા ત્રણ રસ્તા ખાતે સોનગઢથી સુરત જતા ટ્રેક પર ખાતે અલગ અલગ ટીમો બનાવી વોચમાં રહી બાતમીવાળા બે ઇસમોને વ્યારા પો.સ્ટે.ની હદમાંથી ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે પકડી પાડી વધુ પુછપરછ કરતા ચોરીની મોટર સાયકલ સાથે પકડાયેલ ઇસમો (૧) સંજય દેવીદાસ રાઉત, ઉ.વ.૨૨, રહે.ટેકપાડા ગામ, પોસ્ટ- પીપલગાવ, તા.સાક્રી, જી.ધુલીયા (મહારાષ્ટ્ર) તથા (૨) દિનેશ ગોટીયાભાઇ ભોયે, ઉ.વ.૨૦, રહે. માડપાડા ગામ, પોસ્ટ- ટેમ્બે, તા.સાક્રી, જી.ધુલીયા (મહારાષ્ટ્ર)એ બીજી છ મોટર સાયકલો પોતાના મિત્રો (૩) ક્રિષ્ના રઘુનાથ ગાંગુર્ડે, રહે.બારાપાડા ચૌપાલે પૈકી સાવરપાડા, તા.સાકી, જી.ધુલીયા (મહારાષ્ટ્ર) તથા (૪) અજય ત્ર્યબંક ચૌધરી, રહે. જામુનપાડા, તા.સાક્રિ, જી. ધુલીયા (મહારાષ્ટ્ર)એ સાથે અલગ અલગ જગ્યાએથી ચોરી કરી ઉચ્છલ તાલુકાની હદમાં ઝાડી ઝાંખરામાં સંતાડી રાખેલ હોવાનુ જણાવતા તેમણે જણાવેલ જગ્યાએ જઇ બીજી કુલ -૦૬ મોટર સાયકલો સાથે ચોરીની મોટર સાયકલો કુલ- ૦૭, જેની આશરે કુલ કિ. રૂ. ૧,૦૫,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર- કબ્જે કરી આરોપીઓ (૧) સંજય દેવીદાસ રાઉત, ઉ.વ.રર, રહે.ટેકપાડા ગામ, પોસ્ટ- પીપલગાવ, તા.સાકી, જી.ધુલીયા (મહારાષ્ટ્ર) તથા (૨) દિનેશ ગોટીયાભાઇ ભોયે, ઉ.વ.૨૦, રહે. માડપાડા ગામ, પોસ્ટ- ટેમ્બે, તા.સાકી, જી.ધુલીયા (મહારાષ્ટ્ર) ની અટક કરી વ્યારા પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ:-
(૧) સંજય દેવીદાસ રાઉત, ઉ.વ.૨૨, રહે.ટેકપાડા ગામ, પોસ્ટ- પીપલગાવ, તા.સાકી, જી.ધુલીયા (મહારાષ્ટ્ર) તથા
(૨) દિનેશ ગોટીયાભાઇ ભોયે, ઉ.વ.૨૦, રહે. માડપાડા ગામ, પોસ્ટ- ટેમ્બે, તા.સાકી, જી.ધુલીયા (મહારાષ્ટ્ર)
વોન્ટેડ આરોપીઓ:-
(૩) ક્રિષ્ના રઘુનાથ ગાંગુર્ડે, રહે.બારાપાડા ચૌપાલે પૈકી સાવરપાડા, તા.સાકી, જી.ધુલીયા (મહારાષ્ટ્ર)
(૪) અજય ત્ર્યબંક ચૌધરી, રહે. જામુનપાડા, તા.સાક્રિ, જી. ધુલીયા (મહારાષ્ટ્ર)
મળી આવેલ મુદ્દામાલ :-
(૧) એક કાળા કલરની સ્પ્લેન્ડર મો.સા. નં.- GJ-19-K-7694
(૨) એક કાળા કલરની ભુરા લાલ કલરના પટ્ટાવાળી હિરો સ્પ્લેન્ડર મો.સા. જેની આગળ પાછળની નંબર પ્લેટ પર રજી.નંબર લખેલ નથી
(૩) એક કાળા કલરની કેસરી પટ્ટાવાળી હોન્ડા કંપનીની CB હોર્નેટ મો.સા. નં.- GJ-05-SA-8482
(૪) એક કાળા કલરની સીલ્વર પટ્ટાવાળી હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્રો મો.સા. નં.- GJ-26-E-1436
(૫) એક કાળા કલરની સીલ્વર પટ્ટાવાળી હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્સ મો.સા. નં.- MH-15-AY-2443
(૬) એક કાળા કલરની સીલ્વર પટ્ટાવાળી હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્સ મો.સા. નં.- GJ-26-J-2124
(૭) એક લાલ કલરની બજાજ કંપનીની ડીસ્કવર મો.સા. નં.- MH-18-Q-751
જેની કુલ આશરે કિંમત રૂ! ૧,૦૫,૦૦૦/-
શોધાયેલ ગુનાઓ :-
(૧) વ્યારા પો.સ્ટે. પાર્ટ A ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૧૨૪૦૯૬૪/૨૦૨૪, ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ
(૨) વ્યારા પો.સ્ટે. પાર્ટ A ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૧૨૪૦૮૩૯/૨૦૨૪, ઇ.પી.કો. ૩૭૯ મુજબ
(૩) વ્યારા પો.સ્ટે. પાર્ટ A ગુ.૨.નં.- ૧૧૮૨૪૦૦૧૨૪૦૯૭૧/૨૦૨૪, ઇ.પી.કો. ૩૭૯ મુજબ
(૪) વ્યારા પો.સ્ટે. પાર્ટ A ગુ.૨.નં.- ૧૧૮૨૪૦૦૧૨૪૦૯૭૨/૨૦૨૪, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુના શોધાયેલ છે.
અન્ય વાહનો બાબતેની હકિકત :-
(૧) હોન્ડા કંપનીની CB હોર્નેટ મો.સા.નં.- GJ-05-SA-8482ની ઉધના ખાતેથી ચોરેલ છે.
(૨) હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્સ મો.સા.નં.- MH-15-AY-2443ની વ્યારા રેલ્વે સ્ટેશનના પાર્કીંગમાંથી ચોરેલ છે.
(૩) બજાજ કંપનીની ડીસ્કવર મો.સા. નં.- MH-18-Q-751 બાબતે કોઇ સંતોષકારક જવાબ આપેલ નથી.
કામગીરી કરનાર ટીમ:-
શ્રી એન.જી. પાંચાણી, I/C પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી સાથે
(૧) એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ.
(૨) અ.હેડ.કો. ધર્મેશભાઈ મગનભાઈ.
(૩) ડ્રા. એ.એસ.આઇ. કિરણભાઇ વેચીયાભાઇ.
(૪) અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ.
(૫) પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ.
(૬) પો.કો. ધનંજય ઇશ્વરભાઇ.
(૭) અ.પો.કો. રોનકકુમાર સ્ટીવનસનભાઇ.
(૮) પો.કો. રાહુલ દિગમ્બર. તમામ નોકરી એલ.સી.બી., જી.તાપી તથા
(૯) પો.કો. કલ્પેશ જરસીંગ.
(૧૦) નવરાજસીંગ જોરસીંગ ડાભી. બંને- નોકરી- વ્યારા પો.સ્ટે., જી.તાપી