ટાટા હેરીયર ફોરવ્હીલ કારમા પ્રોહીબિશનની હેરાફેરી કરતા રૂ. 6.78 લાખનો મુદ્દામાલ ઝડપી પાડતી એલ.સી.બી. તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, I/C પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોએ પોતાના બાતમીદારો રોકી પ્રોહી જુગારની પ્રવૃતિ શોધી કાઢવાની કામગીરીમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા પો.કો. રોનક સ્ટીવન્સનને ખાનગી રાહે સયુકત રીતે બાતમી હકીકત મળેલ કે, વ્યારાના સરૈયા ગામ તરફથી એક સફેદ કલરની હેરીયર કાર નં.GJ-05-RP-4977 માં ઇગ્લીશ દારૂ ભરી વ્યારા તરફ આવે છે. તેવી મળેલ બાતમી હકીકત આધારે વાલોડ તાલુકાના બાજીપુરા બાયપાસ હાઇવે રોડ ઉપર મહાદેવ હોટલ નજીક વ્યારા થી સુરત તરફ જતા રોડે તા.વાલોડ જી.તાપી ખાતે નાંકાબંધી કરાવી સફેદ કલરની હેરીયર કાર નં.GJ-05 -RP-4977 કિ.રૂ.૫,૦૦,૦૦૦/- નીમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ વ્હિસ્કીની નાની મોટી બાટલીઓ કુલ્લે બાટલી/ટીન નંગ-૧૫૪૮, (કુલ ૩૧૨.૮૪ લીટર), કુલ કિંમત રૂા ૧,૭૮,૮૦૦/-નો પ્રોહી મુદ્દામાલ તથા નંબર MH-48-BH-9902 વાળી બે નંગ નંબર પ્લેટ કિ.રૂ.00/00 તથા ફાસ ટેગ નંગ-૩ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ્લે રૂ.૬,૭૮,૮૦૦/- નો મુદ્દામાલ પકડી પાડેલ છે. અને વાહન ચાલક પોલીસની નાકાબંધી જોઇ નાશી ગયેલ છે. જેની તપાસ તજવીજ ચાલુ છે. જે કાર ચાલકને ગુનાના કામે વોન્ટેડ જાહેર કરી આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વાલોડ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :- શ્રી એન.જી. પાંચાણી, I/C પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી
(૧) એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ.
(૨) અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ ગામીત.
(૩) અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ.
(૪) પો.કો. રોનક સ્ટીવન્શન.
(૫) પો.કો. ઇન્દ્રસિંહ વાલાભાઇ.
(૬) પો.કો. અરૂણભાઇ જાલમસિંહ.
(૭) પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ.