અગ્રસેન ભવન સોનગઢ ખાતે રાષ્ટ્રસેવિકા સમિતિ સોનગઢ દ્વારા બાળશિબિરનું આયોજન કરાયું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 24/5/24ના શુક્રવારના રોજ સોનગઢ મુકામે રાષ્ટ્રસેવિકા સમિતિ સોનગઢ દ્વારા બાળશિબિરનું આયોજન અગ્રસેન ભવન સોનગઢ ખાતે કરવામા આવ્યું. આ બાળશિબિરમા કુલ 72 બાળકોએ ભાગ લીધો ( 37 બાળક, 35 બાળકીઓ). શિબિરમાં બાળકોને દેશભક્તિ ગીત, શ્ર્લોક, યોગા, રમત-ગમત, ચિત્રકામ, ભજન વગેરે પ્રવૃતિઓ કરાવી. દરેક બાળકોમાં ઉમંગ ઉત્સાહ ચહેરા પર દેખાતો હતો સવારે 10:00 થી 4 કલાકનો સમય ક્યાં પસાર થઈ ગયો જે ખબર જ ના પડી. સાથે ખાસ નવીનમાં આ સમય દરમિયાન બાળકો મોબાઇલથી દૂર રહ્યા કોઈને મોબાઇલની યાદ પણ ન આવી.

બાળકોને ભજન ગવડાવ્યું અને વિદાય વખતે દરેક બાળકોને સ્મૃતિ ભેટ તરીકે દડો આપવામાં આવ્યો. સમગ્ર સંચાલન સોનગઢ નગરની 11 સેવિકા બહેનો સંતોષબેન અગ્રવાલ, નીલમબેન કરમકર, રેખાબેન અગ્રવાલ, નેહાબેન સીમપી, રશ્મિકાબેન ગામીત, માયાબેન વાઘ, પ્રિયાબેન પાવર, ભાવનાબેન પાવર, સ્મૃતિબેન પવાર, વૈશાલીબેન રાણા, હર્ષિતાબેન અગ્રવાલ તમામ બહેનોએ આદર્શ ટીમ વર્ક નું ઉદાહરણ પૂરું પાડી કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું. કાર્યક્રમના મુખ્ય અતિથિ નીલમબેન કરમકર હતાં. સાથે આર.એસ.એસ. ની ભગીની સંસ્થા “ગંગા સમગ્ર” તાપી જિલ્લાના 1. કિશોરભાઈ બી ચૌધરી 2. સુદામભાઈ પી સાટોટે 3. સંજયભાઇ વી શાહ બાળકોના રજીસ્ટ્રેશન તેમજ અન્ય સ્થળ પરના કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

અગ્રવાલ સમાજ દ્વારા આવા રાષ્ટ્રીય અને પવિત્ર કાર્યમાં અગ્રસેન ભવન નિઃશુલ્ક આપીને રાષ્ટ્રીય સેવામાં નિમિત્ત બન્યા હતા. અગ્રવાલ સમાજ સતત પ્રગતિ કરતો રહે તેવી શુભેચ્છા આ અવસરે વ્યકત કરાઈ હતી. વિશેષમાં નરેશભાઈ મરાઠે સોનગઢ નગર કાર્યવાહક, હિમાંશુભાઈ ગાગરે સોનગઢ નગર સહકાર્યવાહક તથા પ્રશાંતભાઈ અગ્રવાલ જિલ્લા સેવા સંયોજક તાપી તથા અન્ય સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other