હિટવેવને પગલે જાહેર અને કામના સ્થળોએ ઓ.આર.એસ.ના દ્રાવણો અને પ્રવાહીની પૂરતી માત્રામાં સુવિધા ઉપલબ્ધ કરવા અનુરોધ કરતા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગ

Contact News Publisher

તાપી જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીક્ટ હિટ એક્શન ટાસ્ક ફોર્સ (DHTAF) કમિટી બેઠક યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૨૩ તાપી જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગ ના નેજા હેઠળ કલેકટર કચેરીના સભાખંડ ખાતે ડિસ્ટ્રીક્ટ હિટ એક્શન ટાસ્ક ફોર્સ સમિતીની બેઠક યોજાઇ હતી. તાજેતરમાં સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં હિટવેવની અસર જોતા હિટવેવની સંભવિત અસરોથી રક્ષણ મેળવી શકાય તે માટે ડિસ્ટ્રીક્ટ હિટ એક્શન ટાસ્ક ફોર્સ (DHTAF) કમિટીની રચના કરવામાં આવી છે.

બેઠકમાં કલેકટરશ્રી ડો.ગર્ગે જણાવ્યું હતું કે, હિટવેવની સંભવિત અસરો સામે યોગ્ય પગલાઓ ભરીને ગરમીથી થતી આરોગ્યલક્ષી સમસ્યાઓને નિવારી શકાય છે. ખાસ કરીને હિટવેવના સંજોગોમાં શ્રમિકો બપોરે ૧ થી સાંજે ૦૪ વાગ્યા દરમિયાન વિશ્રામ કરે. કામના સ્થળો પર ઓ.આર.એસ.ના દ્રાવણો અને પ્રવાહીની પૂરતી માત્રામાં સુવિધા ઉપલબ્ધ કરવી, એસ.ટી ડેપો, રેલ્વે, જનસેવા કેન્દ્રો,મામલતદાર કચેરીઓ,નગરસેવા કેન્દ્રો ખાતે હીટવેવ સંબધિત માર્ગદરિકા અને બેનરો લગાવવા,પાણી,ઓ.આર.એસ, મેડિકલ કીટની વ્યવસ્થા જેવા વિવિધ પગલાંઓ લેવા સંબધિત અધિકારીઓને જણાવ્યું હતું. તેમજ આગામી સમયમાં હિટવેવ સંદર્ભે તાપી જિલ્લામાં તકેદારીના પગલાઓ ભરવામાં અને ગરમી સામે રક્ષણ મેળવવા જનજાગૃત્તિ ફેલાવવા અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ, નિવાસી અધિક કલેકટરશ્રી,આર.આર.બોરડ,વ્યારા પ્રાંત અધિકારીશ્રી સહિત કમિટીના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other