મલંગદેવ રેંજ ખાતેથી વન્ચપ્રાણી દિપડાનો શિકાર કરતી ગેંગને વન વિભાગે ઝડપી પાડી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૮/૦૫/૨૪ ના રોજ મલંગદેવ રેંજના કં.નં.૨૫૭ ભાગના સોનગઢ ફાટા તરીકે ઓળખાતા વિસ્તારમાંથી વન્ચપ્રાણી દિપડાના પગ નંગ-૦૨ મળી આવવાના બનાવ અંગે મલંગદેવ રેંજમા વન્યપ્રાણી અવયવોના ગેરકાયદેસર ખરીદ વેચાણ કરવાનો ગુન્હો રેંજ ફોરેસ્ટ ઓફિસરશ્રી અને વાઈલ્ડ લાઈફ વોર્ડન મલંગદેવને મળેલ સત્તાની રૂએ દાખલ કરેલ છે.
જે અનુસંઘાને શિકારના ગુનાકામેની તપાસમાં મુખ્ય વન સંરક્ષક સુરતશ્રી ડો.શશીકુમાર તથા નાયબ વન સંરક્ષકશ્રી તાપીશ્રી પુનિત નૈયર બન્ને ઉચ્ચ અઘિકારીઓએ બનાવનો તાગ મેળવી ગુનો શોઘી કાઢવા ચાવીરૂપ માર્ગદર્શન આપેલ.
બાદ આગળની તપાસમાં ગુનેગારોને ટ્રે૫ ગોઠવી તેઓને પકડી તપાસ હાથ ઘરેલ જે તપાસમાં સંડોવાયેલ કુલ ૦૪ ઈસમોને તારીખ ૧૮/૦૫/૨૦૨૪ ના રોજ ઘોરણસર અટક કરી, અટક કરેલ કુલ ૦૪ ઈસમોની પુછપરછ કરી તપાસમાં સરકારી પંચોને સાથે રાખી વઘુ તપાસ અને પુછ પરછ કરી આરોપીઓ પાસેથી મુદ્દામાલ તારીખ ૧૮/૦૫/૨૦૨૪ ના રોજ આરોપીના કબ્જામાંથી કબ્જે કરેલ અને ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરેલ.

કબ્જે કરેલ મુદામાલ 

૧. વન્યપ્રાણી દિપડાના કપાયેલા પગ નંગ-૦૨
૨. આછા વાદળી કલરની બેગ નંગ-૦૧
૩. કાળા કલરની હોન્ડા સીબી સ્ટ્રીગર કંપનીની મોટર સાયકલ જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે-૨૬-એફ-૮૬૧૮ નંગ-૦૧
૪. લીલા કલરની ડિઝાઈનવાળો બાંઘણીનો ડુપટ્ટો નંગ-૦૧
૫. સેમસંગ કંપનીનો ગેલેક્ક્ષી A-૧૩ મોડલનો SM-A-135 F/DS ગ્રેકલરનો નંગ-૦૧
૬. સેમસંગ કંપનીનો SM-J710FN/DD મોડલનો મોબાઈલ નંગ-૦૧
૭. રેડમી 8A Dual કંપનીનો બ્લ્યુ કલરનો મોબાઈલ નંગ-૦૧
૮. Vivo કંપનીનો બ્લ્યુ કલરવાળો Vivo1904 મોડલનો મોબાઈલ નંગ-૦૧

પકડાયેલ આરોપીઓ 

૧. શ્રવણભાઈ પ્રભુભાઈ વસાવા આ.ઉ.વ. રહે.સાતકાશી, તા.સોનગઢ, જિ.તાપી
૨. કિશનભાઈ રમણભાઈ ગામીત આ.ઉ.વ. રહે.નીશાણા, તા.સુબીર, જિ.ડાંગ
૩. અજીતભાઈ સામજીભાઈ બીલકુલે આ.ઉ.વ. રહે.ચીખલપાડા, તા.સોનગઢ, જિ.તાપી
૪. નીષીકાંત અલબડભાઈ સેંડે આ.ઉ.વ. રહે.આછવા, પટેલપાડા ફળિયુ તા.આહવા, તાપી

આજરોજ તા. 20મીએ આ ગેંગના અન્ય બે આરોપીઓ નંદરિયા કાઠુંડ અને દેવીદાસ કાઠંડને સાતકાશીથી ઝડપી લેવામા આવેલ છે.

આ ગુનો જંગલી મુંગા પ્રાણીઓ સબંઘીત હોય જે વન્યપ્રાણી સંરક્ષણ અઘિનિયમ-૧૯૭૨ મુજબ ગુનામાં સંડોવાયેલ ઈસમો તથા ગુના સબંઘીત બાતમીદારોને ખાનગી ઈનામની જોગવાઈ હોય જેથી આ ગુના સબંઘીત ખાનગી બાતમી આપનારને જોગવાઈ મુજબનું ઈનામ ખાનગી રીતે આપવામાં આવશે. જેથી ખાનગી બાતમીદારોએ ખાનગી બાતમી વન વિભાગને આપવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.
આ એકટ ભારતના રાષ્ટ્રીય સં૫તિ એવા જંગલી મુંગા પ્રાણીઓનો વિશિષ્ટ એકટ છે, આ એકટની કલમ-૫૨ મુજબ આ ગુનામાં ખોટી રીતે સીઘા કે આડકતરી રીતે આરોપીઓને મદદ, ઉશ્કેરણી કે પ્રોત્સાહન કરનાર કે કરાવનાર કોઈ પણ નાગરીકને આ એકટની મદદગારીની જોગવાઈ લાગુ પડે છે. જેથી આ અઘિનિયમની અમલવારીમાં સીઘા કે આડકતરી રીતે અવરોઘ ઉભો કરશે તેઓ પણ આ વિશિષ્ટ કાયદાની અમલવારીમાં કોઈ બાઘ ઉભો ન કરે તે બાબત પણ વન વિભાગ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.
આ શિકારમાં દિપડાના અન્ય ગુમ અવયવો આરોપીઓના કબ્જામાંથી મેળવવા તથા ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓ પકડવા વન વિભાગ આગળની તપાસ ચલાવી રહી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *