વેકેશન સમય દરમિયાન તકેદારી રાખવા તાપી પોલીસની અપીલ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લા પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, હાલમાં વેકેશન હોય અને લોકો પરિવાર સાથે બહારગામ ફરવા માટે જતા હોય છે. હાલમાં સોસાયટીઓમાં ઘરફોડ ચોરીના બનાવો બનવા પામેલ છે. જેથી આપના પરિવાર સાથે જ્યારે પણ બહારગામ ફરવા માટે જાવ ત્યારે તમારા વિશ્વાસનીય લોકો તથા સગા સબંધીઓને અવશ્ય જાણ કરવી અને તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ અવશ્ય કરવી.

સોસાયટીઓના પ્રમુખો માટે સુચનો

• સોસાયટીઓમાં સી.સી.ટી.વી. કેમેરા મુકાવવા તેમજ ૩૦ દિવસનું બેકઅપ રાખવું.

• સોસાયટીમાં લગાવવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરા ચાલુ હાલતમાં છે કે કેમ? તેની ચકાસણી કરવી અને ચાલુ રહે તેવી ખાત્રી કરવી.

• સોસાયટીઓમાં સીક્યુરીટી ગાર્ડ મુકાવવા અને તેઓને વ્હીસલ તથા બેટરી રાખી સોસાયટીમાં ફરી વ્હીસલ માટી પેટ્રોલીંગ રાખવા સમજ કરવી.

• સોસાયટીમાં મકાન ભાડેથી આપો તો ભાડા કરારની નકલ નજીકના પોલીસ સ્ટેશન ખાતે અવશ્ય જમાં કરાવવી.

• સોસાયટીઓમાં અજાણ્યા ઇસમો/ ફેરીયાઓ આવે ત્યારે તેઓના નામ સરનામા તથા મોબાઇલ નંબરની એન્ટ્રી કરાવવી.

વેકેશનના દિવસોમાં બહાર જવાનું થાય તો આટલી બાબતોનું ધ્યાન રાખવું

• આપનું ઘર તથા તિજોરી વ્યવસ્થિત લોક કરીને જવું

• વેકેશનમાં બહાર ગામ જવાનું થાય તો ઘરમાં દાગીના કે, કોઇ કિંમતી ચીજવસ્તુઓ રાખવી નહીં, કિંમતી વસ્તુઓ સુરક્ષિત જગ્યાએ કે, લોકરમાં રાખવી.

• વેકેશનમાં બહારગામ જવાનું થાય તો આપના આજુબાજુમાં રહેતા વિશ્વાસનીય લોકો તેમજ સગા સબંધીઓને અવશ્ય જાણ કરવી અને તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી.

• બહાર ગામ ફરવા ગયા હોય તો તેની સોશીયલ મીડીયા પર ફોટો કે, પોસ્ટ મુકવાનું ટાળવું.

તાપી જીલ્લા પોલીસ સંપર્ક નંબર

કોઇ પણ આકસ્મીક મદદ માટે તાપી જીલ્લાના પોલીસ કંટ્રોલ રૂમ (૦૨૬૨૬) ૨૨૧૫૦૦ નો સંપર્ક કરો

તાપી જીલ્લા પોલીસ હેલ્પલાઇન નંબરો

પોલીસ ઇમરજન્સી- ૧૦૦, મહિલા હેલ્પલાઇન- ૧૮૧, સાયબર ક્રાઇમ/ઓનલાન ફ્રોડ હેલ્પલાઇન- ૧૯૩૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *