આત્મહત્યા કરવા જઇ રહેલ માહિતી અધિકારીને ગણતરીના મીનીટોમાં શોધી કાઢી તેમનો જીવ બચાવતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  આજરોજ એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.સ.ઇ.શ્રી, એન.એસ. વસાવા તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ પરિણામ જાહેર થનાર હોય જે અનુસંધાને વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન કલાક-૧૪/૦૦ વાગ્યાના અરસામાં માહિતી અને પ્રસારણ સોશ્યીલ મીડીયા ગૃપના સ્ટેટશમાં તેમજ પત્રકાર વોટસએપ ગૃપમાં “મારા સાથી અધિકારીઓને માફી માગતા અને પત્રકારોની માફી માગતા હું જણાવવા માગું છું કે હું સુસાઇડ કરી રહ્યો છું” તથા મારા સાથી અધિકારીઓના કારણે અને ખોટા પત્રકારોના કારણે” મુજબનો સોશીયલ મીડીયામાં મેસેજ ફરતો થયેલ હતો. જે મેસેજની ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલીક એલ.સી.બી. તાપીના સ્ટાફના પોલીસ માણસો સાથે સદર મેસેજ અંગે ટેકનિકલ સર્વેલન્સ આધારે માહિતી મેળવી સોશીયલ મીડીયામાં મેસેજ મુકનારની, અધિકારીની શોધખોળ ચાલુ કરેલ હતી. દરમ્યાન સદર અધિકારી ડોલવણ તરફ ગયેલ હોવાની માહિતી આધારે એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પો.સ.ઈ.શ્રી એસ.પી. સોઢા, ડોલવણ પો.સ્ટે. તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે ડોલવણ ખાતે જઇ શોધખોળ કરતા ડોલવણ ગામે આવેલ ડોલવણ પોઇટ કોંમ્પ્લેક્ષ ખાતેથી શોધી કાઢી વ્યારા એલ.સી.બી. કચેરી પાનવાડી ખાતે લઇ આવી મેસેજ કરનાર નિનેશભાઇ છગનભાઇ ભાભોર ઉવ.૩૮ ધંધો-નોકરી રહે. સર્જન રેન્સીડન્સી રૂમ નં- ૬૩ મુસા રોડ વ્યારા તા.વ્યારા જી.તાપી મુળ રહે. ગામ આભલોડ, તા.ગરબાડા, જિ. દાહોદને શોધી કાઢી તેઓની પુછપરછ કરતા જાણવા મળેલ કે, ખોટા પત્રકારીત્વ ધરાવતા પત્રકારો તથા અન્ય બીજા સાતથી આઠ પત્રકારો દ્વારા માનસિક રીતે હેરાન પરેશાન કરતા હોવાના કારણે પોતે કંટાળી જઇ મેસેજ મુકેલ હોવાનું જણાઇ આવતા તેઓને અમોએ કાઉસલીંગ કરી જીવન અમુલ્ય હોય આત્મહત્યા જેવું પગલું નહિ ભરવા સમજાવી પોતે આવુ કોઇ પગલુ ભરશે નહીં તેવી ખાત્રી આપતા આગળની વધુ કાર્યવાહી સારૂ વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

> ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપી તથા પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા પો.સ.ઈ.શ્રી એસ.પી. સોઢા, ડોલવણ પો.સ્ટે. તથા એલ.સી.બી. ના એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા પો.કો. રોનક સ્ટીવન્સન તથા પો.કો. અરૂણભાઇ જાલમસીંગએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other