ડાંગ જિલ્લામાં પ્રથમ કરિયર માર્ગદર્શન શિબિર યોજાયો

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : વઘઈની માહલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને આદિવાસી સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ 10 અને 12 પછીના ઉચ્ચ શિક્ષણનું માર્ગદર્શન માટે ડાંગની તમામ શૈક્ષણિક સંસ્થાઓને એક મંચ પર લાવી માર્ગદર્શન અપાયું.
માહલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એસ એસ માહલા કેમ્પસ કુખડનખી અને આદિવાસી સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ડાંગ જિલ્લા કક્ષાની “કારકિર્દી માર્ગદર્શન શિબિર” વઘઈ ખાતેના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (પી ટી સી કોલેજ)વઘઈ જિ.ડાંગ ખાતે આજે તારીખ 18-05-2024 ના રોજ સવારે 09:00 વાગ્યેથી બપોરે 12:30 સુધી યોજાયો હતો, જેમાં પી.ટી.સી. કોલેજ વતી પ્રચાર્યશ્રી રાઉત સાહેબ સહિત અન્ય અધ્યાપકગણ, કૃષિ કોલેજના અધ્યાપકશ્રી વાવળિયા સાહેબ તેમજ એસ.એસ.માહલા કેમ્પસના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શ્યામભાઈ માહલા, કેમ્પસ ડાયરેક્ટર નિર્મળાબેન, એસ. એસ. માહલા કોલેજ અને એસ. એસ. માહલા કમ્પ્યુટર સાયન્સ કોલેજના ઇનચાર્જ આચાર્ય શ્રી પરેશભાઈ સાળવે માર્ગદર્શન માટે ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સન્માનિત કરવા પુરસ્કારોનું દાન કરનાર દાતાશ્રી અજયભાઈ સુરતી, શ્રી દિપ્તેશભાઈ અને આદિવાસી સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સંચકલશ્રી પણ હાજર રહ્યા હતા.
સદર કેરિયર માર્ગદર્શન સેમિનારમાં ડાંગ જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ, અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. આ સેમિનારમાં ધોરણ 10અને 12 સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને અલગ અલગ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા અંગેનું સચોટ માગૅદશૅન પ્રાચાર્યશ્રી ડૉ.બી એમ રાઉત જિ.શિ.તાલીમ ભવન વઘઇ, માહલા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલકીય ટ્રસ્ટી શ્રી શ્યામભાઈ માહલા, એગ્રિકલચર કોલેજ વઘઇના અધ્યાપકશ્રી વાવડિયા સાહેબ, એસ. એસ. માહલા કોલેજ (Vocational Certificate & Diploma, BRS) અને એસ. એસ. માહલા કમ્પ્યુટર સાયન્સ કોલેજ (B.Voc.IT) – કુકડનખીના ઇનચાર્જ આચાર્ય શ્રી પરેશભાઈ સાળવે તથા એસ. એસ. માહલા નર્સિંગ કોલેજ- કુકડનખીના અધ્યાપિકાશ્રી કુ.નીલિમાબેન દ્વારા B.VOC IT /DMLT/OT/DHSI/Veterinary/FIRE SAFETY/FASHION Designer/D.LI /GNM/ANM/B.Sc Nursing/BRS ટેકનિકલ વ્યવસાય કોર્ષ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ સાથે ડાંગ જિલ્લાના અલગ અલગ શાળાઓના કુલ..31 વિદ્યાર્થીઓનું સન્માન આદિવાસી સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ – વઘઇ, જિ. ડાંગ દ્વારા પ્રમાણપત્ર અને દાતાશ્રી અજયભાઈ સુરતી તથા શ્રી દિપ્તેશભાઈ દ્વારા નોટબુક, સ્કૂલ બેગ , પી-કેપ જેવી કિટ્સ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આમ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસ એસ માહલા કેમ્પસ એચ આર વિભાગના અધિકારીશ્રી માવજીભાઈ ભોયે દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 100 થી વધુ જેટલા વિદ્યાર્થિઓ અને વાલીઓએ ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું.