ડાંગ જિલ્લાના વાસુરણા સ્થિત તેજસ્વિની સંસ્કૃતિ ધામને પ્રાચ્ય વિધ્યા સંસ્થા દ્વારા એવોર્ડ એનાયત
તેજસ્વિની સંસ્કૃતિ ધામના હેતલ દીદી અને આચાર્યા શ્રી કેતન દાદાને પી.એચ.ડી. ની પદવી એનાયત
–
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : તા: ૧૫: પ્રકૃતિ, સંસ્કૃતિ, અને આધ્યાત્મિકતાનો ત્રિવેણી સંગમ રચતા ડાંગ જિલ્લાના વાસુરણા સ્થિત તેજસ્વિની સંસ્કૃતિ ધામને, પ્રાચ્ય વિદ્યા સંસ્થા દ્વારા બે જેટલા એવોર્ડ એનાયત એનાયત કરવામાં આવ્યાં છે.
એસ્ટ્રોલોજરને પ્લેટફોર્મ પૂરૂ પાડતી ALLSO ગૃપ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં, ડાંગ જિલ્લાના વાસુરણા સ્થિત તેજસ્વિની સંસ્કૃતિ ધામને પ્રાચ્ય વિદ્યા સંસ્થા દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
તેજસ્વિની સંસ્કૃતિ ધામના સંસ્થાપક બ્રહ્મવાદિની હેતલ દીદી અને આચાર્ય શ્રી કેતન દાદાએ, વૈદિક પુરાણમાં કરેલ સંશોધન અંગે તેમને પી.એચ.ડીની પદવી એનાયત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આખા ભરતવર્ષમાંથી માત્ર ૨૩ લોકોને આ પદવી મળવા પામી છે. જે પૈકી બે વિદ્વાન ડાંગ જિલ્લાના નોંધાતા, સમગ્ર ડાંગ પ્રદેશમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.
–