કિશોરીની છેડતી થતા અભયમ બારડોલી ટીમ મદદે
(પ્રતિનિધિ દ્વારા, બારડોલી) : સુરત જિલ્લાના માંડવી તાલુકાના વિસ્તારમાંથી એક ગામની 17 વર્ષ કિશોરી ના પરિવાર દ્વારા 181 મહીલા હેલ્પ લાઈન માં કોલ આવેલ કે તેમનાં પડોશ માં રહેતા પુરુષ દ્રારા તેમની દીકરીની છેડતી કરવામાં આવી છે જેથી બારડોલી અભયમ રેસકયું ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પર પહોચી પુરૂષ ને ઝડપી પડ્યો હતો પુરુષે પરિવાર સામે પોતાની ભૂલ સ્વીકારી જેથી કિશોરી અને તેમની પરીવારને આગળ કાયૅવાહી કરવી હોવાથી માંડવી પોલીસ સ્ટેશન માં અરજી અપાવેલ છે.
મળતી માહિતિ મુજબ માંડવી તાલુકાના એક ગામમાં રહેતી કિશોરી નાં માતા-પિતા ખેતી કામ કરવા ગયેલા અને ઘર માં એકલી હોય કિશોરી બાથરૂમમાં નાહવા ગઈ હતી તે દરમિયાન પાડોશી પુરુષ બાથરૂમની પાછળની બારીમાં આવીને જોતા હોય અને કિશોરી ને અભદ્ર શબ્દો બોલ્યા અને કિશોરી પોતાનો બચાવ કરી ઘરમાં ગઈ તો ત્યાં બદ ઇરાદાથી છોકરીને પાછળ ઘરમાં આવવા પ્રયત્ન કર્યો જેથી ડઘાઈ ગયેલી છોકરી એ પ્રતિકાર કરી પરિવાર ને જાણ કરતા પરિવાર દ્વારા પાડોશી ને ઝડપી પાડી મદદ માટે 181 મહીલા હેલ્પ લાઇનમાં કોલ કરી આગળની મદદ માગી હતી. અભયમ રેસ્ક્યૂ ટીમ બારડોલી દ્વારા સ્થળ પર પીડિતાની તમામ હકીકત જાણી પુરુષ ને ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેને આ રીતે મહિલાની છેડતી કરવી તે ગુનો બને તેનું ભાન કરાવ્યું હતું તેના પરિવાર ને પોલીસ કાર્યવાહી વિશે માહિતી આપેલ. પીડિતા એ જાણ કરેલ પાડોશી દ્વારા વારંવાર આ રીતે વર્તન થતું હોય અને આવો બનાવ બીજીવાર ના બને તે માટે પીડિતા અને તેમનો પરિવાર પોલીસ સ્ટેશનમાં અરજી આપવા માંગતા હોવાથી માંડવી પોલીસ સ્ટેશનમાં અરજી અપાવેલ છે આગળ કાર્યવાહી માંડવી પોસ્ટે દ્વારા થશે.