દિયર દ્વારા વિધવાને અપશબ્દો બોલી હેરાનગતિ કરાતા તાપી ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમ મદદે આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ઉચ્છલ તાલુકાના એક ગામમાં રહેતા બહેન કે જેમનાં પતિ હયાત નથી મહિલા તેમના સાસુ અને નણંદ તથા બે બાળકો જોડે રહે છે, વિધવા બહેનના ધરમાં કોઈ પુરુષ હયાત નથી, તેમના ઘરની બાજુમાં તેમના મોટા કાકા સસરા અને તેમનું પરિવાર રહે છે, બંને પરિવારો વચ્ચે જમીન બાબતે વાદ વિવાદ ચાલતો હોવાથી તેઓ વચ્ચે બોલ-ચાલ ના કોઈ સંબંધ નથી, પડોશમાં રહેતા મહિલાના કાકા સસરા તથા તેમનો દીકરો બંને નશો કરે છે અને કાયમ તેમને ઝધડો કરવાની આદત હોવાથી આજરોજ મહિલા બહેનના દેવર નશો કરીને ધરે આવતાં તેઓએ મહિલા બહેનને બાળક જોડે ધરની બહાર બેસેલા જોઈ અપશબ્દો બોલવા લાગ્યા તથા તેમની જોડે ગેરવર્તન કરતાં મહિલા બહેને તાપીની ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમને બોલાવી હતી, ટીમ દ્વારા સ્થળ પર પહોંચતા તેમનું કાઉન્સેલીગ કરતાં જાણવા મળ્યું કે મહિલા બહેનના કાકા સસરા તથા તેમનો દીકરો બંને નશો કરીને તેમને હેરાનગતિ કરે છે તથા ધમકાવે છે, મહિલા બહેનના ફળિયામાં રહેતા લોકોનું પણ કહેવું હતું કે તેઓ અપશબ્દો બોલી ત્રાસ આપે છે, મહિલા બહેનના દેવર તથા કાકા સસરાને સમજણ આપી તેમને કાયદાનું ભાન કરાવેલ, વિધવા પુત્રવધુ તથા તેમના સાસુ અને નણંદ એકલા રહે છે તો તેમને મદદરૂપ થવા સમજણ આપી અને સુધરી જવા જણાવેલ, મહિલા બહેનના દેવર તેમની ભુલ સ્વીકારતાં હતા તેઓ જણાવતાં હતાં કે તેઓ સામે ચાલીને અપશબ્દો બોલ્યા હતાં તેમને નશાની હાલતમાં ભાન હતું નહીં માટે તેઓ ભુલ સ્વીકારી માફી માંગતા મહિલા બહેને સમાધાન કરવા માંગતા બંને પક્ષો વચ્ચે તાપીની ૧૮૧ ટીમ દ્વારા સ્થળ પર સમાધાન કરાવેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other