પુંસરી પ્રાથમિક શાળાનાં શિક્ષક સુરેશ માળીને શિક્ષણ કાર્યમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ જાયંટ્સ ગૃપ કલોલ દ્વારા ગુજરાત ગૌરવ સન્માન 2024 એનાયત કરવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : કલોલ મુકામે જાયંટ્સ ગૃપ કલોલ મેઈનનાં ઉપલક્ષમાં શિક્ષણ કાર્યમાં ઉત્કૃષ્ટ કામગીરી અને વિદ્યાર્થીઓનાં જીવનમાં કેળવણીનાં ઉચ્ચતમ શિખરો સર કરાવવા માટે ગુજરાત ગૌરવ સન્માન 2024 માટે દાહોદ જિલ્પુંલા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પુંસરી પ્રાથમિક શાળાનાં શિક્ષક સુરેશભાઈ રમેશભાઈ માળીની પસંદગી થવા પામી હતી.
અત્રે યોજાયેલ એક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પુલકિત જોશી (મદદનીશ સચિવ, ગુજરાત અને ઉ.મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગર), પ્રમુખ રાકેશ પંડ્યા, મંત્રી મનિષ ગાંધી તેમજ કાર્યક્રમનાં ઉદઘાટક શાસ્ત્રી સ્વામી શ્રી પ્રેમસ્વરૂપ દાસજીનાં આશીર્વચન દ્વારા કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. જેમાં મદદનીશ સચિવ પુલકિત જોશીનાં હસ્તે સુરેશ માળીનું શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું હતું.
આ સન્માન સુરેશ માળીએ માતૃદિવસનાં શુભ અવસરે તેમનાં માતૃશ્રી શાંતાબેનનાં ચરણોમાં સમર્પિત કરી જાયંટ્સ ગૃપ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.