ગિરિમથક સાપુતારા સહિત પૂર્વ પટ્ટીનાં ગામડાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા ડાંગી જનજીવનમાં અફરા તફરીનો માહોલ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન,ગલકુંડ સહિત પૂર્વપટ્ટી અને સરહદીય વિસ્તારનાં ગામડાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે ગિરિમથક સાપુતારા સહિત આસપાસના વિસ્તારોમાં થોડા સમય માટે ધોધમાર સ્વરૂપેનો કમોસમી વરસાદ પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે કમોસમી વરસાદનાં પગલે જગતની તાત ચિંતામાં મુકાયો હતો. ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારનાં ગામડાઓમાં તથા ગિરિમથક સાપુતારા સહિત સરહદીય પંથકોમાં મોડી સાંજે કાળા ડીબાંગ વાદળો સાથે ગાજવીજ સાંભળવા મળી હતી. જે બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો હતો. ડાંગ જિલ્લાના સાપુતારા સહિતના આસપાસના વિસ્તારોમાં સાંજના સુમારે કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. ડાંગ જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો સાથે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડકતા પ્રસરી જવા પામી હતી. ત્યારે ગરમીથી લોકોને રાહત મળી હતી. તેમજ ભર ઉનાળે ચોમાસા જેવુ વાતાવરણ ડાંગ જિલ્લામાં જોવા મળ્યુ હતુ. જો કે અચાનક ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવવાને કારણે જગતના તાત એવા ખેડૂતોના પાકને નુકસાન પહોંચવાની ભીંતી સેવાઈ રહી છે. ત્યારે જગતનો તાત પોતાના પાકને લઈને ચિંતામાં સરી પડ્યો હતો.ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે કમોસમી વરસાદે રમઝટ બોલાવતા પ્રવાસીઓમાં મોજ પડી જવા પામી હતી. ગીરીમથક સાપુતારા ખાતે ભરઉનાળે વરસાદી માહોલનાં પગલે જોવા લાયક સ્થળોએ ઠંઠકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી. તથા શીતલહેર વાળા વાતાવરણનાં પગલે પ્રવાસીઓની મોજ પડી ગઈ હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other