માંગરોળના કે. આઇ. મદ્રેસા કેમ્પસ ટાઉનહોલ ખાતે પ્રિસાઇડિંગ તથા આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તાલુકા મથક મોટામિયાં માંગરોળ મુકામે આવેલ કે આઇ મદ્રેસા કેમ્પસ ટાઉનહોલ ખાતે સુરત જિલ્લાના અન્ય તાલુકામાંથી આવનારા 280 પ્રિસાડિંગ, અને 280 આસિસ્ટન્ટ પ્રિસાડિંગ ઓફિસર કે જેઓ માંગરોલ, ઉંમરપાડા થઇ તાલુકાના 254 બુથ પર મતદાનના દિવસે કામગીરી કરશે જેઓની ત્રીજી તાલીમ સવારના 9 થી 12 અને બપોરના 2 થી 5 ના સેશનમાં રાખવામા આવેલ આ તાલીમમાં મદદનીશ ચૂંટણી અધિકારી 23 બારડોલી અને માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ સાહેબ, વધારાના મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર માંગરોલ પાર્થ જયસ્વાલ સાહેબ, વધારાના નાયબ મામલતદાર ચૂંટણી અનિમેષ ચૌધરી, ધર્મેશ ચૌધરી, ઉમંગ સોલંકી, પંકજભાઈ ચૌધરી અન્ય અધિકારીની ઉપસ્થિતિમાં ચૂંટણીની તાલીમ આપવામાં આવેલ મદદનીશ ચૂંટણી અધિકારી 23 બારડોલી અને માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ સાહેબ, વધારાના મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર માંગરોલ પાર્થ જયસ્વાલ સાહેબ જરૂરી સૂચન કરેલ હતા માસ્ટર ટ્રેનર મોહનસિંહ ખેર, અશ્વિનસિંહ વાંસીયા દ્વારા પ્રોજેક્ટર ઉપર PPT દ્વારા ખુબ સુંદર સમજ આપવામાં આવેલ EVM, VVPET BU, CU વિવિધ પત્રકોની, વિવિધ કવરોની સમજ આપેલ હતી