ડાંગ જિલ્લામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહેંદી ઇવેન્ટનું કરાયું આયોજન

Contact News Publisher

લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪, ડાંગ જિલ્લો

‘ચુનાવ કા પર્વ-દેશ કા ગર્વ’ આંગણે આવ્યો રૂડો અવસર

જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જાગૃતિ લાવવા અનોખો અભિગમ :

મહિલાઓ અને કિશોરીઓએ ‘દેશ કા ત્યોહાર’ ને આવકારતા હાથોમાં મહેંદી રચી, નાગરિકોને મતદાન જાગૃત્તિનો સંદેશો પાઠવ્યો :

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૨: લોકસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ, સ્વિપ પ્રવૃતિ અંતર્ગત વિવિધ મતદાર જાગૃતિની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.

જેના ભાગરૂપે તારીખ ૧ મે ૨૦૨૪ ના રોજ ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબિર તાલુકાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં મહેંદી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ મહેંદી ઇવેન્ટમાં જિલ્લાની ૮૬૭ કિશોરીઓ તેમજ ૫૧૦ ગૃહિણીઓ/લાભાર્થીઓ મળી કુલ ૧૩૮૬ લોકોએ ભાગ લીધો હતો.

મહેંદી ઇવેન્ટમાં ડાંગ જિલ્લાની બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ “VOTE FOR SURE” સુત્રને સાર્થક કરવાની અપીલ કરવાની સાથે, તમામ બહેનોએ મતદાન જાગૃત્તિ માટેના વિવિધ સંદેશા દર્શાવતી મહેંદી પોતાના હાથોમાં રચી, જિલ્લાના તમામ નાગરિકો અને તેમાય ખાસ મહિલા મતદારોને આગામી ૭ મે : દેશ કા ત્યોહાર ના દિવસે અચૂક મતદાન કરવા અંગેનો સંદેશો પાઠવ્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other