ડાંગ જિલ્લામાં ભાજપના ઉમેદવારો દ્વારા આચારસંહિતાનો ભંગ કરવાનાં મામલે કાર્યવાહી ન થતા કૉંગ્રેસનાં આગેવાનની ઉપવાસ આંદોલનની ચીમકી

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  ડાંગ જિલ્લામાં ભાજપના ઉમેદવાર દ્વારા કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વિના જન સંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આચાર સંહિતાનો ભંગ કરવામાં આવેલ હોવાની ફરિયાદ કૉંગ્રેસનાં આગેવાન મનીષભાઈ મારકણા દ્વારા નોડલ અધિકારીને કરવામાં આવી હતી.પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા, કોંગ્રેસનાં આગેવાન મનિષ મારકણા દ્વારા ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.19 મી માર્ચના રોજ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત તેમના પક્ષના ઉમેદવારનો જનસંપર્ક કાર્યક્રમ સમગ્ર ડાંગ જિલ્લામાં યોજવામાં આવ્યો હતો.ત્યારે આ કાર્યક્રમના ફોટા, વિડિયો ભાજપના સોશિયલ મીડિયા પેજ પર વાઇરલ પણ કરવામાં આવેલ છે. જે અંગેની તપાસ ડાંગ જિલ્લા આઈટી સેલનાં પ્રમુખ મનીષ મારકણા દ્વારા કરવામાં આવી હતી. ત્યારે કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વિના જ ભાજપના ઉમેદવાર દ્વારા જન સંપર્ક કાર્યક્રમ યોજવામાં આવેલ હોવાનું સામે આવ્યુ હતું.જોકે ગત તારીખ 16/3/2024 થી સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં મુકવામાં આવેલ છે.ત્યારે ભાજપના 26- લોકસભાના ઉમેદવાર તથા તેમની સાથે ફોટા, વિડિયોમાં દેખાય તે તમામ લોકો પર આદર્શ આચારસંહિતા ભંગની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે મનીષ મારકણાએ જિલ્લા ચૂંટણી નોડલ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી.ત્યારે અધિકારીઓ દ્વારા પોતાની ટકાવારી બચાવવા સત્તા પક્ષ સાથે મળી સત્તા પક્ષને બચાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોય તેવા આક્ષેપો સાથે કોંગ્રેસ આઈ તી સેલના પ્રમુખ મનીષ મારકણા દ્વારા ફરી એક વાર નોડલ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.તેમજ તા.02/05/2024 સુધી આચારસંહિતા ભંગ અંગેની ફરિયાદ દાખલ ન થાય તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે અને નામદાર કોર્ટમાં આ મામલે દાદ આપવામાં આવશે એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે..

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other