જિલ્લાના વ્યારા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે જાગરણ પર્વ તાપી અંતર્ગત કારોબારી બેઠક મળી : રાષ્ટ્રહિતમાં 100% મતદાનનું લક્ષ્ય

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના વ્યારા લોક વિજ્ઞાન કેન્દ્ર, હરિપુરા સ્ટ્રીટ ખાતે જાગરણ પર્વ અંતર્ગત કારોબારી બેઠક મળી જેમાં દક્ષિણ ઝોનના દીપેશ ભગત, જિલ્લા સંકલન અઘ્યક્ષ કેતન શાહ, પ્રાથમિકના અર્જૂન ગામીત સહિત 25 થી વધુ જિલ્લા સંગઠ્ઠનના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં મતદાર જાગરણ અભિયાન અંતર્ગત પ્રાંત સંગઠનમંત્રીશ્રી સરદારસિંહજી મછાર, માધ્યમિક સંવર્ગમાંથી રાજેન્દ્રસિંહજી રાઉલજી, આચાર્ય સંવર્ગમાંથી જીગ્નેશભાઈ શાહની ઉપસ્થિતિમાં રાષ્ટ્રહિતમાં 100% મતદાન થાય તે માટે જાગરણ પર્વનુ માર્ગદર્શન આપવામાં આવ્યુ.

રાષ્ટ્હીત માં 100% મતદાન થાય, મતદાર જાગૃતિ અભિયાનમાં શિક્ષકોની ભૂમિકા, દરેક વિસ્તારમાં બાળકોનાં વાલીને વોટનુ મહત્વ અને સમજ સાથે મતદાર જાગૃતિ, ગ્રુપ બેઠકોનું આયોજન જેવા વિવિધ કાર્યક્રમો આગામી સમયમાં આપવાની ચર્ચા કરવામાં આવી, સાથે અત્યાર સુધી જિલ્લા અને તાલુકા દ્વારા  મતદાન જાગરણ પર્વ અંતર્ગત થયેલ કાર્યની ચર્ચા કરવામાં આવી અને આગામી દિવસોમા થનાર કાર્યક્રમો વિશે આયોજન અંગેનું વૃત કથન લેવામા આવ્યું.
આભાર દર્શન અને કલ્યાણ મંત્ર બોલી બેઠકની પૂર્ણાંહુતી કરવામાં આવી.  જિલ્લાના કાર્યકર્તા શિક્ષક ભાઈઓ -બહેનોને વંદન સહ અભિનંદન પાઠવવામાં આવ્યા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other