મોબાઇલ ચોરીનો અનડીટેકટ ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંચ/ પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી તથા એલ.સી.બી.ના પોલીસ માણસોએ ખાનગી બાતમીદારો રોકી તેમજ ટેક્નીકલ સર્વેલન્સ આધારે વ્યારા પો.સ્ટે.મા નોંધાયેલ મોબાઇલ ચોરીનો ગુન્હો શોધી કાઢવા પ્રયત્ન ચાલુ હતા દરમ્યાન એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઈને ટેકનીકલ સર્વેલન્સ આધારે ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન રીઅલમી કંપનીનો 81 RMX3151 મોબાઇલ ફોનમાં સીમકાર્ડ એકટીવ હોવાનું જણાતા આ સીમકાર્ડ ધારક સતિષ રવિદ્રનાથ નાયક રહે.સુમન સ્મૃતિ આવાસ બી-૪૦૫ સોમનાથ પાર્ક આસપાસ લીંબાયત સુરત શહેરનો ઉપયોગ કરતો હોય તેવી માહિતી આધારે લીંબાયત સુરત શહેર ખાતે તપાસ કરતા આ સીમકાર્ડ ધારક મળી આવતા તેને ચોરીમાં ગયેલ મોબાઇલ બાબતે પુછપરછ કરતા પોતાના નામનો સીમકાર્ડ આરોપીઓ- (૧) પ્રભાનજાન દુશાશન ખડયતારયા ઉ.વ-૫૫ ધંધો મજુરી રહે.શિવશકિત્ત ટેલર ગલ્લી ડીંડોલી નવાગામ સુરત શહેર મુળ રહે.કુહુડી થાના તાંગી જી.ખુરદા (ઓરિસ્સા) અને (૨) ઉમેશચંદ્ર સિધ્ધેશ્વર ગોચ્ચાયાટ ઉ.વ.૫૩ ધંધો મજુરી રહે. ડી-૧-૬ વાજપાઇ આવાસ પાછળ શકિતનગર ઉધના સુરત શહેર મૂળ રહે.અઠીતપર ગામ થાનામહાંગા જી.કટક (ઓરિસ્સા) વાપરતા હોવાની હકિકત જણાવતા એ લોકોને શોધી કાઢી બન્ને પાસેથી ગુનામાં ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા મોબાઇલ ફોન બાબતે તેમની પુછપરછ કરતા અને મોબાઇલ ફોનના માલીકીના આધાર પુરાવા/બીલની માંગણી કરતા તેમના પાસે કોઇ બીલ કે કોઇ આધાર પુરાવા નહિ હોવાનું જણાવેલ. જેથી આ મોબાઇલ તેઓએ ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનું શંકસ્પદ જણાય આવતા મોબાઇલ ફોનની કિ.રૂ.૫,૦૦૦/- ગણી પકડાયેલ બન્નેની અટક કરી વ્યારા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ મોબાઇલ ચોરીના ગુનાના કામે આગળની વધુ તપાસ વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કબજે કરેલ મુદ્દામાલ

(૧) રીઅલમી કંપનીનો 81 RMX3151 જેમાં આઇ.એમ.ઇ.આઇ.નંબર-860583058623434

860583058623426 કિં. રૂ. 5000/-

શોધાયેલ ગુનો :

વ્યારા પો.સ્ટે. પાર્ટ.એ.૧૧૮૨૪૦૦૧૨૪૦૭૭૪/૨૦૨૪ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબનો ગુનાઓ રજીસ્ટર થયેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઈ.શ્રી જે.બી. આહીર એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઈ, અ.પો.કો. વિપુલભાઇ બટુકભાઇ તથા અ.પો.કોન્સ. અરૂણભાઇ જાલમસિંગ તથા પેરોલ/ફર્લો સ્કોડના અ.પો.કો. ધનંજયભાઇ ઇશ્વરભાઇએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other