તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે સિનિયર સીટીઝન ક્લબ વ્યારાની મુલાકાત લીધી
વડીલોને અને દિવ્યાંગજનોને મતદાનનું મહત્વ સમજાવી સંપૂર્ણ પરિવાર સાથે મતદાન કરવા અનુરોધ કરતા શ્રી ડો. ગર્ગ
–
ચૂંટણીમાં દિવ્યાંગ અને સિનિયર સીટીઝન વધુમાં વધુ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્રની નોંધનીય કામગીરી
–
લોકશાહીને મજબૂત બનાવવા વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોની સક્રિય ભાગીદારી:- અચૂક મતદાનના શપથ ગ્રહણ કરી મતદાર જાગૃતિની રેલી યોજી
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૭ :- લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્રી ડો. વિપિન ગર્ગ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહે વ્યારાના સિનિયર સીટીઝન કલબ ખાતે વિશેષ ઉપસ્થિતિ નોંધાવીને વડીલો અને દિવ્યાંગજનોને મતદાન અંગે જાગૃત કર્યા હતા.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના નવયુવાનો, મહિલાઓ, સહિત દિવ્યાંગો અને સિનિયર સિટીઝનને પણ મતદાનનું મહત્વ સમજાવીને જાગૃત કરવામાં આવી રહ્યા છે, ત્યારે શ્રી ગર્ગે વડીલો અને દિવ્યાંગોજનો ને પોતાના પરિવાર સાથે ચૂંટણી પર્વમાં સહભાગી થઇ સો ટકા મતદાન કરવા અને પોતાની આજુબાજુના સગાસંબંધીઓને પણ મતદાન કરાવડાવવા અનુરોધ કર્યો હતો.
લોકશાહીના મહાપર્વમાં દિવ્યાંગોજનો અને વડીલોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં દિવ્યાંગો અને વડીલો માટે ઉભી કરાયેલી વિશેષ સુવિધાઓ અંગે પણ શ્રી ગર્ગે સૌને અવગત કર્યા હતા. વધુમાં શ્રી ગર્ગે દિવ્યાંગ, વડીલો સહિત તાપી સૌ નાગરિકોને તા. ૭ મેં, ૨૦૨૪ ના રોજ પરિવારના તમામ સભ્યો સાથે અવશ્ય મતદાન કરીને લોકશાહીના આ પર્વની ઉજવણી કરવા તથા ચૂંટણીને સફળ બનાવવા અનુરોધ કર્યો.
આ તકે સૌએ ‘અવશ્ય મતદાન કરીશું, અને મતદાન કરાવડાવીશું’ ના શપથ ગ્રહણ કર્યા હતા. જે બાદ જિલ્લા કલેકટર શ્રી ડો. વિપિન ગર્ગે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના નેતૃત્વમાં યોજાયેલી રેલીમાં નાગરિકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો હતો. જ્યાં જિલ્લા સમાજ સુરક્ષા વિભાગના અધિકારી-કર્મચારીઓ પણ જોડાયા હતા.
આ પ્રસંગે ટ્રેઈની આઇ.એ.એસશ્રી, સીનિયર સિટિઝન ક્લબના ચેરમેનશ્રી તથા સભ્યો, જિલ્લા બાળ સુરક્ષા વિભાગના અધિકારીશ્રી સહિત મોટી સંખ્યામાં દિવ્યાંગોજનો અને સિનિયર સિટિઝન ભાઇ-બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તાપી દ્વારા કરવામાં આવ્યો હતો.
000