ડોલવણ પોલીસ સ્ટેશનના બોરકચ્છ ગામ ખાતેથી વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ માણસો સાથે ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. ગુના અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન અ.હે.કો. બીપીનભાઈ રમેશભાઇ તથા અ.પો.કો. અરૂણભાઇ જાલમસીગભાઇને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે, “બોરકચ્છ ગામે નિશાળ ફળીયામાં રહેતો પ્રોહી પ્રવૃતિ સાથે સંકળાયેલ નામે જ્ઞાનેશ્વર લક્ષ્મણભાઇ ચૌધરી પોતાના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે” જે બાતમી આધારે પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા તથા એલ.સી.બી./ પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે બાતમી વાળી જગ્યાબોરકચ્છ ગામે નિશાળ ફળીયામાં જ્ઞાનેશ્વરના રહેણાંક ઘરે રેઇડ કરતા ઘરની આજુબાજુમા તપાસ કરતા ઘરના એક ખુણામાં મીણીયા કોથળાઓમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ હોય આરોપી- જ્ઞાનેશ્વર લક્ષ્મણભાઇ ચૌધરી ઉ.વ.૪૧ રહે-બોરકચ્છ ગામ નિશાળ ફળીયુ, તા.ડોલવણ જી.તાપી વગર પાસ પરમીટે પોતાના કબ્જામા ભારતીય બનાવટનો વિદેશી દારૂની બાટલી નંગ-૩૧૪ જેની કુલ કિં.રૂ! ૨૬,૧૦૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક (૧) આરોપીને વોન્ટેડ જાહેર કરી આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે ડોલવણ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઇ.શ્રી એન.એસ. વાસાવા પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.હે.કો. જયેશભાઈ લીલકીયાભાઇ, પ્રકાશભાઇ રામાભાઇ વસાવા, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, અ.પો.કો. અરૂણભાઇ જાલમસીગ તથા પેરોલ સ્કોર્ડ, તાપીના અ.હે.કો. બીપીનભાઇ રમેશભાઇ, અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇએ કામગીરી કરેલ છે.