વ્યારા પોલીસ સ્ટેશનના ગોલવાડ ખાતેથી 34 હજારના વિદેશી દારૂનાં જથ્થા સાથે એકને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી./જુગાર ગુના અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, વ્યારા ટાઉનમાં ગોલવાડ ખાતે રહેતો કનૈયાભાઇ ઉર્ફે કાનો ગોકુળભાઇ રાણા પોતાના ઘરે ઇંગ્લીશ દારૂનુ વેચાણ કરે છે.” જે બાતમી આધારે ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી તથા એલ.સી.બી./ પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા ગોલવાડ પાણીની ટાંકી પાસે બાતમી વાળા ઘરે રેઇડ કરી ઘરમાં ઝડતી તપાસ કરતા ઘરના અંદરના ભાગે અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ વ્હિસ્કી, બીયરના પુઠાના બોક્ષ તેમજ કાળા કલરની કોથળીઓમાં ભરેલ હોય આરોપી- કનૈયાલાલ ઉર્ફે કાનો ગોકુળભાઇ રાણા ઉ.વ.૪૦ ધંધો. મજુરી રહે.વ્યાર ગોલવાડ પાણીની ટાંકી પાસે તા.વ્યારા જી.તાપી પોતાના રહેણાંક ઘરમાં પોતાના કબ્જામાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ વ્હિસ્કી, બીયરના પુઠાના બોક્ષ તેમજ કાળા કલરની કોથળીઓમાં કુલ્લે બાટલી/ટીન નંગ-૨૮૯ જેની કુલ કિં.રૂ.૩૩,૭૦૦/- નો પ્રોહી મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક (૧) આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ ગામીત, અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, પો.કો. રોનક સ્ટીવન્શન, પો.કો. ઇન્દ્રસિંહ વાલાભાઇ તથા વિનોદભાઇ ગોકળભાઇ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીએ કામગીરી કરી છે.