તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ નગરપાલિકા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
વ્યારા અને સોનગઢ નગરપાલિકાના નગરજનોએ અચૂક મતદાન કરવા અંગેના શપથ લીધા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૨ આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તા.૦૭ મી મે નાં રોજ યોજાનાર છે આ ચુંટણી સંદર્ભે જિલ્લાના નાગરિકોમાં મતદાન અંગે જાગૃતતા આવે તે હેતુસર જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે સ્વીપ પ્રવૃતિ અતંર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમમાં હેઠળ સોનગઢ અને વ્યારા નગરપાલિકા દ્વારા સોસાયટીઓમાં રહેતા નાગરિકોને મહત્તમ મતદાન થાય તે માટે વ્યારા અને સોનગઢ નગરપાલિકાનાં હોલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં સોસાયટીમાં રહેતાં લોકો મહત્તમ મતદાન કરે તે માટે વિડિયો ક્લીપ બતાવી સમજૂત કરવામાં આવ્યા હતા. તેમજ વ્યારા અને સોનગઢ નગરજનોને આગામી ૭મી મે ના રોજ અવશ્ય મતદાન કરવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.જેમાં આશરે બંને નગરપાલિકા કુલ ૨૫૦ જેટલા નાગરિકોએ ભાગ લઈ લોકશાહીના મહાપર્વમા પોતાની ભાગીદારી નોંધાવવાનો વિશ્વાશ વ્યકત કર્યો હતો.
000