પાઠકવાડીના ચિત્ર શિક્ષકે લોકશાહીના મહાપર્વ ચૂંટણી-૨૦૨૪નું વારલી પેઈન્ટીંગ તૈયાર કર્યું

Contact News Publisher

ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાને વારલી પેઈન્ટીંગમાં કલાત્મક રીતે રજુ કરી લોકશાહીના અવસરને યાદગાર બનાવી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી ડો.વિપિન ગર્ગ ને વારલી પેઈન્ટીંગ અર્પણ કર્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૨૧- તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામના ચિત્ર શિક્ષક વારલી પેઈન્ટીંગ દ્વારા કોઈપણ પ્રસંગને કલાત્મક રીતે રજુ કરે છે. જીવનભારતી સ્કુલ-સુરત ખાતે ચિત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા તુલસીદાસ એલ.પટેલ આદિવાસી લોકકલા વારલી પેઈન્ટીંગને જાળવી રાખવા માટે વિદ્યાર્થીઓને સેમીનારના માધ્યમથી પારંપારિક કલાનો પ્રચાર કરી આ શૈલીને જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે.
આંગણે લોકશાહીનો અવસર આવ્યો છે ત્યારે ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકશાહીને મજબૂત બનાવવા માટે વિશાળ કામગીરી હાથ ધરવામાં આવે છે. લોકો પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીમાં તમામ મતદાર નાગરિકો વધુમાં વધુ મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ અભિયાન દ્વારા સો ટકા મતદાન થાય એવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. યુવા મતદારો, દિવ્યાંગ મતદારો, ૮૫ + મતદારો,અશક્ત મતદારો,અંધ મતદારો વિગેરે તમામ પ્રકારના મતદારો માટે વિશેષ સુવિધાઓ સાથે ચૂંટણી તંત્ર કટીબધ્ધ છે. ચૂંટણી પ્રક્રિયા માટે ફરજ બજાવતા તમામ અધિકારીઓ લોકશાહીના પર્વના ભાગીદાર છે. તેઓ દ્વારા કરવામાં આવતી જહેમતભરી કામગીરીને વારલી પેઈન્ટીંગના માધ્યમથી ચિત્રકાર તુલસીદાસે પોતાની કલાનો નિખાર આપી આકર્ષક રીતે રજુ કરી છે. ૨૩-બારડોલી (અજજા) સંસદિય મતવિસ્તારના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ ને આજરોજ ચિત્ર શિક્ષક શ્રી તુલસીભાઈ એલ.પટેલ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને આવરી લેતુ વારલી પેઈન્ટીંગ જિલ્લા સેવાસદન ખાતે અર્પણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે કોરોના સમય દરમિયાન તુલસીદાસભાઈએ પોતાના ઘરને ફરજ બજાવતા તમામ વહીવટી સ્ટાફ સહિત કોરોનાની પરિસ્થિતિનું વારલી ચિત્રોથી અદભૂત સજાવટ કરીને વારલી પેઈન્ટીંગને જીવંત બનાવી દીધુ હતું. વારલી આર્ટના ચિત્રોનું સર્જન કરવા બદલ રાષ્ટ્રિય શિક્ષા રત્ન એવોર્ડ-૨૦૨૦થી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સહાયક માહિતી નિયામક નિનેશકુમાર ભાભોરે વારલી ચિત્રમાં આવરી લીધેલ વિષયોથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને અવગત કર્યા હતા. તથા નિવાસી અધિક કલેકટર શ્રી આર.આર.બોરડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.એચ.ઝાલા, સહિત ચૂંટણી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other