વિદેશી દારૂના જથ્થા સહિત ₹ ૧,૦૮,૧૫૦/- ના કુલ મુદ્દામાલ સાથે બેને પકડી પાડી ત્રણને વોટેડ જાહેર કરતી સોનગઢ પોલીસ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ સોનગઢ પોલીસ સ્ટાફને મળેલ બાતમી આધારે વોચ તપાસમાં રહી બે વ્યકિતને વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂના જાર નંગ-૧૯ જેની કિંમત રૂપિયા ૨૭,૬૫૦/- (લિટર-૩૮) નો તથા મોબાઈલ નંગ-૦૨ જેની કિંમત રૂપીયા પ૫૦૦/- મળી કુલ્લે મુદ્દામાલ ₹ ૧,૦૮,૧૫૦/- ના મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડેલ તથા સ્થળ ઉપરથી ભાગી જનાર તથા પ્રોહિ. મુદ્દામાલ પુરો પાડનાર તથા પ્રોહિ. મુદ્દામાલ મંગાવનાર ઇસમોને વોટેડ જાહેર કરેલ છે. આ બાબતે વધુ તપાસ પો.સબ.ઇન્સ.શ્રી કે.આર. પટેલ, સોનગઢ પો.સ્ટે. નાઓ કરી રહેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ સરનામા:-

1. ભારત ઉત્તમભાઈ મોરે, રહે-જૈતાને, સંજય નગર રોડ, પોસ્ટ, જૈતાને, તા-સાક્રી, જી-ધુલિયા (મહા.)

2. જ્ઞાનેશ્વર નિંબા સાસકે, રહે-જૈતાને, સંજય નગર રોડ, પોસ્ટ. જૈતાને, તા-સાકી, જી-ધુલિયા (મહા.)

વોન્ટેડ આરોપીઓના નામ સરનામા:-

3. સુરેશ દિલીપ વડર (શીંદે), રહે-જૈતાને, સંજય નગર રોડ, પોસ્ટ. જૈતાને, થાણા-નિઝામપુર, તા-સાક્રી, જી-ધુલિયા (મહા) સ્થળ ઉપરથી નાસી જનાર

4. સાક્રી ખાતેના સાક્રી-ધુલિયા રોડ ઉપર આવેલ શાંતિ વાઇન શોપમાં કામ કરતો ઇસમ જેના નામ સરનામાની ખબર નથી. (પ્રોહિ. મુદ્દામાલ પુરો પાડનાર)

5. અમિતભાઈ સુમનભાઇ ચૌધરી, રહે-વાંસકુઇ, તા-બારડોલી, જી-સુરત (પ્રોહિ. મુદ્દમાલ મંગાવનાર)

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

1. આઇ.એન. પરમાર, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, નિઝર  વિભાગ, નિઝર

2. ડી.એસ.ગોહિલ, પોલીસઇન્સપેક્ટર, સોનગઢ પો.સ્ટે.

3. એમ.એમ. ગીલાતર, પોલીસ ઇન્સપેક્ટર, સોનગઢ પો.સ્ટે.

4. કે.આર.પટેલ, પોલીસ સબ ઈન્સ સોનગઢ પો.સ્ટે.

5. એ.સી. ચૌધરી, પોલીસ સબ ઈન્સ. સોનગઢ પો.સ્ટે.

6. અ.હે.કો. અનિલકુમાર રામચંન્દ્રભાઈ

7. આ.હે.કો. પ્રવિણભાઈ ભરતભાઈ

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other