સોનગઢ પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

0
IMG-20240414-WA0018
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ  નોકરી એલ.સી.બી. તાપી, એલ.સી.બી. તાપીના પોલીસ માણસો સાથે નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારના વાંકા ચાર રસ્તા ખાતે નાકા પોઇન્ટ ઉપર વાહન ચેકીંગમા હતા. તે દરમ્યાન સાથેના અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ,  અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇને મળેલ સંયુક્ત બાતમી આધારે વાંકા ચાર રસ્તા નાકા પોઇન્ટ ખાતેથી સોનગઢ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ છેતરપીંડીના ગુનામા સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- દિપકભાઇ દશરથભાઇ વળવી ઉ.વ.૨૧ રહે.લોય ગામ પોસ્ટ પીપલોદ તા.જી.નંદુરબાર મહારાષ્ટ્ર ને પકડી પાડતા તેના કબજામાંથી એક સેમસંગ કંપનીનો મોબાઇલ સાથે મળી આવેલ જેની કિ.રૂ.૫૦૦૦/- ની ગણી તા.૧૪/૦૪/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે નિઝર પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ, એલ.સી.બી. તાપી તથા અ.હે.કો.જયેશભાઇ લીલકીયાભાઇ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *