ધી સુરત પ્રાયમરી ટીચર્સ ક્રેડિટ કો. ઓ. સોસાયટી પ્રા.લિ.નો વાર્ષિક લહાણી વિતરણ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ધી સુરત પ્રાયમરી ટીચર્સ ક્રેડિટ કો. ઓ. સોસાયટી પ્રા.લિ. (જૂની શિક્ષક સોસાયટી) નો વાર્ષિક લહાણી વિતરણનો કાર્યક્રમ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ અને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં કાઉન્સિલર કિરીટભાઈ પટેલની ખાસ ઉપસ્થિતમાં યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કિરીટભાઈ પટેલે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં સોસાયટીએ કરેલ માતબર નફો, સોસાયટી દ્વારા સભાસદોનાં હિત માટે લેવાયેલ ખાસ નિર્ણયો, સોસાયટીનાં ડીજીટીલાઈઝેશન સાથેનાં પારદર્શક વહીવટની પ્રશંસા કરી સૌ સભાસદોને શતાબ્દી વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આ વિશેષ ઉપસ્થિતિ વચ્ચે તેમણે સૌને માર્ગદર્શિત કર્યા હતાં.
પ્રારંભે કાર્યક્રમમાં સોસાયટીનાં પ્રમુખ અનિલભાઈ પટેલે સૌને આવકાર્યા હતાં. મંત્રી આર.આર. પટેલે સોસાયટીનો વાસ્તવિક હકારાત્મક ચિતાર રજૂ કર્યો હતો. અંતમાં આભારવિધિ કારોબારી સભ્ય કિરીટભાઈ ગુજરાતીએ આટોપી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીતુભાઈ મકવાણાએ કર્યુ હતું.