વરાછા ખાતે યોજાયેલી મેરેથોનમાં ડો. ધર્મેશ પટેલે ભાગ લીધો

Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત શહેરનાં વરાછા ખાતે રોટરી ક્લબ દ્વારા 10 કિલોમીટર, 5 કિલોમીટર તથા 3 કિલોમીટરની દોડનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ વ્યક્તિઓની મદદનાં શુભ ચિંતન સાથે યોજાયેલ આ દોડમાં ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળાનાં આચાર્ય ડો.ધર્મેશ પટેલે સહર્ષ ભાગ લઈ નિર્ધારિત અંતર સફળતાપૂર્વક પૂર્ણ કરી રોટરી ક્લબનાં દ્વારા કરવામાં આવેલાં આ વિશેષ આયોજનમાં પોતાનું જાહેર યોગદાન આપ્યું હતું. તેમનાં જણાવ્યા અનુસાર આ તકે ઉપસ્થિત ઘણાં બધાં મહાનુભવોએ પોતાનાં વક્તવ્યમાં જીવનોપયોગી માહિતીનો રસથાર પીરસ્યો હતો.