વઘઇના દુધ શીત કેન્દ્ર ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૧૦: લોકસભાની સામાન્ય ચૂંટણી, ૨૦૨૪ અન્વયે શ્રેણીબદ્ધ રીતે આયોજિત મતદાર જાગૃતિ અભિયાનના ભાગરૂપે, ગત તારીખ ૯મી એપ્રિલના રોજ (SVEEP) કાર્યક્રમ અંતર્ગત, ડાંગ જિલ્લા વધઇ ખાતે આવેલા દુધ શીત કેન્દ્ર ખાતે ફિલ્મ નિદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
દરમિયાન ડેરીના કર્મચારીઓએ (SVEEP) કાર્યક્રમ અંતર્ગત સ્ક્રીન અને પ્રોજેકટરના માધ્યમથી ફિલ્મ નિદર્શન કાર્યક્રમ નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં ડેરીના ૩૦ જેટલા કર્મચારીઓએ હાજર રહી “હું પણ અવશ્ય મતદાન કરીશ” નો સંકલ્પ લીધો હતો.
–