બોલેરો પીકઅપમાં બોડીના આગળના ભાગે ચોર ખાના બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ/પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોએ પોતાના ખાનગી બાતમીદારો રોકી પ્રોહી/જુગારની પ્રવુતિ બાબતે માહિતી મેળવવા તજવીજ હાથ ધરી હતી. તે દરમ્યાન હે.કો. ધમેશભાઇ મગનભાઇ તથા પો.કો. રોનક સ્ટીવન્સનને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, “એક સફેદ કલરની બોલેરો પીકઅપ ગાડી જેનો રજીસ્ટ્રેશન નં.GJ-05-BU-8413 માં એક વ્યકિત બોલેરો પીકઅપમાં ચોર ખાનુ બનાવી તેમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી મહારાષ્ટ્ર રાજ્યના ધુલીયા, નંદુરબાર થઇ ગુજરાત રાજ્યના નિઝર થી સુરત તરફના રોડે જનાર છે.” જે બાતમી આધારે પો.સ.ઈ.શ્રી જેબી. આહિર તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે પ્રકાશા થી નિઝર તરફ આવતા રોડ ઉપર વ્યાવલ બસ સ્ટેન્ડ પાસે તા.નિઝર ખાતે વોચમાં હતા. દરમ્યાન બાતમીવાળી બોલેરો પીકપ નં. GJ-05-BU-8413 ની પ્રકાશા ગામ તરફથી આવતા પોલીસ માણસો મારફતે રોડ ઉપર ખાનગી વાહનોની આડસ કરી રોકવા ઇશારો કરતા આ ગાડીના ડ્રાઇવરે તેનુ વાહન ત્યાં જ રોકી બોલેરો પીકપ રોડની સાઇડમાં ઉભી રાખી ચેક કરતા બોલેરો પીકપના આગળના ભાગે ચોર ખાના બનાવી વેલ્ડીંગ કરેલ હોય જે ચેક કરતા ચોર ખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બાટલીઓ ભરેલ હોય આરોપી- (૧) ધૉડીરામ લિમ્બાજી ગાયકવાડ ઉ.વ.૪૧ ધંધો. ડ્રાઇવર રહે.૨૪૩, કૈલાશ ભવન, ધોડબંદર રોડ, શિવ સેના ઓફિસ પાસે, મીરા રોડ, ઇસ્ટ ઠાણે મહારાષ્ટ્ર નો પોતાના કબજાની બોલેરો પીકપ જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-05-BU-8413 જેની આશરે કિ.રૂ.૨,૦૦,૦૦૦/- ની બોડીના આગળના ભાગે ચોર ખાના બનાવી વેલ્ડીંગ કરેલ જે ચોર ખાનામાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ સીલબંધ કુલ બોટલો/ટીન નંગ-૧,૭૨૮ જેની કુલ કિં.રૂ. ૮૬,૪૦૦/- નો પ્રોહી મુદ્દામાલ હેરાફેરી કરતા મોબાઇલ નંગ-૨, આશરે કિં.રૂ. ૫,૫૦૦/- મળી કુલ્લે રૂપીયા ૨,૯૧,૯૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે (૨) આરોપીને વોન્ટેડ જાહેર કરી આરોપી વિરૂધ્ધમાં ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી માટે નિઝર પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઈ.શ્રી જે.બી. આહિર તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા એ.એસ.આઇ. જગદીશ જોરારામ તથા જયેશભાઇ લીલકીયાભાઇ તથા હે.કો. અનિરૂધ્ધસિહ દેવસિંહ તથા હે.કો. ધમેશભાઇ મગનભાઇ તથા પો.કો. રોનક સ્ટીવન્સન તથા પો.કો. રવિન્દ્ર મહેન્દ્રભાઇ તથા અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ તથા અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીએ કામગીરી કરેલ છે.