તાપી જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ મારફતે પોતાના વાલીઓ સહિત તમામ નાગરીકો સુધી ‘ સહપરિવાર મતદાન કરીશું”ના સંદેશા પાઠવવામાં આવ્યા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૮ લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ સંદર્ભ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ અધિકારીશ્રી દ્વારા મદદાન જાગૃતી અંગેની વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. ત્યારે તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવી મતદારોની સહભાગીતા વધારવા તેમજ ‘ નો વોટ ટુ બી લેફ્ટ બીહાઈન્ડ ‘નો હેતુ સિધ્ધ કરવા તાપી જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ મારફતે પરિવારના તમામ સભ્યો સુધી “સહપરિવાર મતદાન કરીશુ”ના સંદેશા પહોંચાડવા-સ્વીપ પવૃતિ અંતર્ગન કુલ ૧,૦૨,૦૦૦ સંકલ્પ પત્રો વાલીઓ સુધી પહોંચાડીને તેમને મતદાન અંગે જાગૃત કરવામા હતા.
નોંધનિય છે કે તાપી જિલ્લામાં વિવિધ પ્રકારના મતદાન જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. નવા મતદાર અને શાળાના વિદ્યાર્થીઓના વાલીઓને મતદાન માટે સંકલ્પબધ્ધ કરવા માટે ‘ સહપરિવાર મતદાન કરીશું ‘ના સંકલ્પ પત્રો ભરાવવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓના વાલીઓને અચૂક મતદાન કરવા માટે સંકલ્પ લેવડાવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓ વધુમાં વધું મતદાન કરે તેમજ મતદાન હકનો ઉપયોગ કરે તે માટે સંકલ્પબધ્ધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
000