સોનગઢ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર, નોકરી એલ.સી.બી. તાપીએ એલ.સી.બી. તાપીના ટેક્નીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સ આધારે આરોપીઓની માહિતી મેળવવા સુચના આપેલ હોઇ જે આધારે હે.કો. તેજસકુમાર તુલસીરાવ તથા પો.કો. વિપુલભાઇ બટુકભાઇએ ટેક્નીકલ સર્વેલન્સ આધારે સોનગઢ પો.સ્ટે.મા નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી કિરણ મણીલાલભાઇ ચૌધરી દમણ ખાતે હોવાની જાણકારી આપતા પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર તથા એલ.સી.બી. તથા પેરોલ/ફર્લો સ્કોડ તાપીના પોલીસ માણસો સાથે દમણ ખાતે જઇ દમણ, દેવકા બીચ ખાતે આવેલ રાજ હોમ્સ હોટલની ખાતેથી સોનગઢ પો.સ્ટે.મા નોંધાયેલ પ્રોહીબિશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- કિરણ મણીલાલભાઇ ચૌધરી, રહે. ભાઠી ફળીયુ, બોરખડી ગામ, તા.વ્યારા, જી.તાપીને તા.૦૬/૦૪/૨૦૨૪ ના રોજ પકડી પાડતા કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ.એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઇ.શ્રી. જે.બી. આહિર, એલ.સી.બી. તાપી અ.હે.કો. બીપીનભાઈ રમેશભાઈ, પો.કો. ધનંજય ઇશ્વરભાઇ, નોકરી- પેરોલ ફર્લો સ્કોડ, જી.તાપી તથા અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, હે.કો. તેજસકુમાર તુલસીરાવ તથા પો.કો. વિપુલભાઇ બટુકભાઇ નોકરી- એલ.સી.બી., જી.તાપીએ કામગીરી કરેલ છે.