આહવાની સરકારી માધ્યમિક શાળા ખાતે મતદાન જાગૃતિ અર્થે રંગોળી દોરાઈ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૬: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે આયોજિત મતદાર જાગૃતિ અભિયાનના ભાગરૂપે તારીખ ૪થી એપ્રિલના રોજ (SVEEP) કાર્યક્રમ અંતર્ગત સરકારી માધ્યમિક શાળા, આહવા ખાતે રંગોળી દોરવામાં આવી હતી.

જેમાં શાળાના ધોરણ-૯ અને ધોરણ-૧૧ના વિદ્યાર્થીઓએ આ રંગોળી કાર્યમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. અહિં વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિના સૂત્રો તેમજ જુદી જુદી થીમ આધારિત રંગોળીઓ દોરી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other