વ્યારામાં મહિલાની છેડતી થતા અભયમ તાપી ટીમ મદદે આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા વિસ્તારમાંથી એક દિકરીએ 181 મહીલા હેલ્પ લાઈન માં કોલ કરી જણાવ્યુ કે, તેમનાં ધર પાસે ચા નાસ્તાની દુકાન છે. જ્યાં પડોશના ગામના એક ભાઈ ચાર વર્ષથી ચા નાસ્તો કરવા આવે છે. ત્યાં દુકાનવાળા ભાઇની દિકરીની છેડતી કરવામાં આવી છે. કોલ આવતા જ તાપી અભયમ રેસકયું ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોચી યુવક ને ઝડપી પડ્યો હતો. યુવક અને તેનાં પરિવારે માફી માગતાં અને દિકરીના પરીવારે આગળ કોઇ કાયૅવાહી ના કરવી હોય ફરીથી આવી હરકત ના કરવા તાકીદ કરી લેખિત બાંહેધરી લેવામાં આવી હતી.
મળતી માહિતિ મુજબ વ્યારા વિસ્તારમા રહેતી એક દીકરી તેમના પિતા કામ હોવાથી બહાર ગયા હોય દુકાનમાં એકલી હૉય જેથી તેઓ તેમના દુકાનમાં ચા નાસ્તા આપવાનુ કામ કરતા હતા ત્યારે એકલતાનો લાભ લઈ ગમે તેવા અપશબ્દો બોલી ખોટી માંગણીઓ કરતા ખોટા શબ્દો બોલી ખોટી રીતે હેરાનગતી કરાતાં જેથી દીકરી એકલી હોવાથી ઘભરાય ગયેલ તેમજ
દિકરીએ પ્રતિકાર કરી પરિવારમાં તેમના પિતાને જાણ કરેલ. આ ઘટના ની જાણ 181 મહીલા હેલ્પ લાઇનમાં કોલ કરી આગળની મદદ માગી હતી. અભયમ રેસ્ક્યૂ ટીમ તાપી દ્વારા યુવકને આ રીતે મહિલાની છેડતી કરવી તે ગુનો બને તેનું ભાન કરાવ્યું હતું. તેના પરિવારને પણ જાણ કરેલ તેઓ એ જણાવેલ કે તેમના દિકરાએ તેણે પ્રથમ ભુલ કરી છે હવે પછી આવી કોઈ ભૂલ નહીં કરે તેની ખાત્રી આપી હતી. યુવકે પણ પોતાની ભુલ કબૂલી હતી અને માફ કરવાં વિનતી કરી હતી. જેથી આગળ કોઈ કાર્યવાહી કરવી ન હોવાથી સુધરવાની એક તક આપવા માંગતા હોય જેથી માફ કરવામાં આવ્યાં હતા.
અભયમ દ્રારા યુવક અને પરિવારની બાંહેધરી મેળવી હવે પછી આવી ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવા તાકીદ કરવામા આવી હતી.