ગેરકાયદેસર સ્ફોટક પદાર્થ દ્વારા બ્લાસ્ટીંગ કરતા બેને ઝડપી પાડતી ટીમ તાપી એસ.ઓ.જી.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.જી. લીંબાચીયા એસ.ઓ.જી. તાપીની સુચના તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ જવાનો નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એસ.ઓ.જી શાખાનાં એ.એસ.આઇ. આનંદજી ચેમાભાઇ તથા અ.હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇને સંયુકત રીતે ખાનગી રાહે મળેલ બાતમી હકિકત આધારે નિઝરના લક્ષ્મીખેડા ગામે વસંતભાઇ સુરૂપસીંગ વળવી રહે, લક્ષ્મીખેડા ટાંકી ફળીયું. તા.નિઝર, જી.તાપીના લક્ષ્મીખેડા ઉકાઇ જળાશયના સંપાદન થયેલ ખેતરમાં સ્ફોટક પદાર્થ દ્વારા કુવામાં હોલ કરી જીલેટીન દ્વારા બ્લાસ્ટ કરી કુવા ગાળવાનું કામ કરતા હતા જે જગ્યાએ રેડ કરતા આરોપીઓ નં (૧) સુરેન્દ્રભાઇ માર્ગાભાઇ વસાવે રહે, મંગરૂળ તા.જી. નંદુરબાર (મહારાષ્ટ્ર) (૨) માર્ષ્યાભાઇ કેશલાભાઇ વસાવે રહે, મંગરૂળ તા.જી. નંદુરબાર (મહારાષ્ટ્ર)એ પોતાના કબ્જાના ટ્રેક્ટર અંદર ડ્રીલ-કમ્પ્રેશર સહીતના સાધનો તથા ગેરકાયદેસર ઝીલેટીન સ્ટીક નંગ-૨ અને સાદી ઇલેક્ટ્રીક કેપ નંગ-૨, કાળા કલરનો કેબલ વાયર અને કરંટ માટેની બેટરી તથા બે નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧,૫૪,૦૦૦/-નો મુદ્દામાલ પોતાના કબ્જામાં લાયસન્સ કે પરમીટ વગર રાખી પકડાય ગયા હતા. જે અનુસંધાને નિઝર પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
કામગીરી કરનાર કર્મચારી
(૧) પો.સ.ઈ.શ્રી એન.પી. ગરાસીયા એસ.ઓ.જી. તાપી
(૨) UASI આનંદજીભાઇ ચેમાભાઇ, એસ.ઓ.જી. તાપી
(૩) આ.હે.કો. રાજેન્દ્રભાઇ યાદવરાવ, એસ.ઓ.જી. તાપી
(૪) અ.હે.કો. દાઉદ ઠાકોરભાઇ ગામીત, એસ.ઓ.જી. તાપી
(૫) આ.પો.કો વિપુલ રમણભાઇ ચૌધરી, એસ.ઓ.જી. તાપી
(૬) આ.પો.કો વિજયભાઇ બબાભાઇ એસ.ઓ.જી. તાપી