મારૂતી એસક્રોસ કાર અને હુન્ડાઇ આઇ20 કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા દારૂના જથ્થા સાથે 13 લાખના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડતી તાપી લોકલ ક્રાઇમ બ્રાંચ /પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી રાહુલ પટેલ સાહેબ, IPS, પોલીસ અધિક્ષક, તાપીએ જિલ્લામાં પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે અનુસંધાને આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી એલ.સી.બી. અને પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી ના પોલીસ માણસો સાથે સોનગઢ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ તથા અ.હે.કો. બિપીનભાઇ રમેશભાઇને ખાનગી રાહે સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, “એક સિલ્વર કલરની મારુતી એસક્રોસ કાર નં.-GJ-06-JM-9842 માં બે વ્યકિત તથા એક લાલ કલરની હુન્ડાઇ આઇ20 કાર નં.GJ-05-JR-3272 મા બે વ્યકિતઓ ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી મહારાષ્ટ્રના નવાપુર તરફથી સુરત તરફ જનાર છે “ જે બાતમી આધારે સોનગઢ, ને.હા. નં.- ૫૩ ઉપર માંડળ ટોલનાકા ખાતે સોનગઢ થી વ્યારા જતા ટ્રેક પર અલગ અલગ ટીમમાં છુટાછવાયા વોચમાં હતા. દરમ્યાન સોનગઢ તરફથી બાતમી વર્ણનવાળી બન્ને ફોર વ્હીલ પૈકી આગળ મારૂતી એસક્રોસ અને તેની પાછળ હુન્ડાઇ આઇ20 આવતા તે બન્ને ફોર વ્હીલર ગાડીઓને આયોજન પુર્વક ખાનગી વાહનની આડાશ કરી ઉભી રાખી બન્ને ફોરવ્હીલર ગાડીઓ ચેક કરતા તેમા ભારતીય બનાવટની વિદેશી દારૂની બાટલીઓ ભરેલ હોય આરોપી (૧) પ્રજ્ઞેશભાઇ બાબુભાઇ માહ્યાવંશી ઉ.વ.૨૪ રહે.૩૯/૧, મોટી વાકડ, માહ્યાવંશી, ગાંધી ફળીયુ, અંબામાતાના મંદિર પાસે, ભીમપોર નાની દમણનો પોતાના કબ્જાની મારુતી એસક્રોસ કાર નં.-GJ-06-JM-9842, આશરે કિ.રૂ.૫,૦૦,000/- મા વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની મોટી કુલ બોટલો નંગ-૩૭૨ જેની કુલ કિં.રૂ. ૧,૮૬,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરતા મોબાઇલ નંગ-૦૧ જેની આશરે કિ.રૂ.૫૦૦૦/- તથા નંબર પ્લેટ નંગ-૦૪ કિ.રૂ.૦૦/- અને ફાસ્ટટેગ સ્ટીકર નંગ-૦૧ કિ.રૂ.૦૦/- અને આરોપી (૨) જીજ્ઞેશ રાજુભાઈ કામળી ઉ.વ.ઉ.વ.૨૯ રહે-નીકલંઠનગર સોસાયટી ઓરવાડ, ઉદવાડા આર એસ, તા.પારડી જી.વલસાડ નાનો પોતાના કબ્જાની હુન્ડાઇ આઇ20 કાર નં.GJ-05-JR-3272 આશરે કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- મા ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની મોટી કુલ બોટલો નંગ-૮૫૨ જેની કુલ કિં.રૂા ૧,૨૩,૬૦૦/- નો પ્રોહી મુદ્દામાલ ની હેરાફેરી કરતા નંબર પ્લેટ નંગ-૦૪ મળી બન્ને આરોપીઓ કુલ્લે રૂ.૧૩,૧૪,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે (૨) આરોપીને વોન્ટેડ જાહેર કરી આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. જગદિશ જોરારામ, અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઈ, અ.પો.કો. અરૂણભાઇ જાલમસીંગ તથા પેરોલ સ્ક્વોર્ડ, તાપીના પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, અ.હે.કો. બિપીનભાઈ રમેશભાઇ, અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ, તથા અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇએ કામગીરી કરેલ છે.