મતદાન જાગૃતિ ઝુંબેશ હેઠળ નાગરિકોને રંગોળી, પોસ્ટર ડિઝાઈન, રેલીના માધ્યમથી પ્રેરક સંદેશો પાઠવતા વિદ્યાર્થીઓ
તાપી જિલ્લામાં મતદાન જનજાગૃતિ અભિયાન પુરજોશમાં
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૧લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે સ્વીપ નોડલ અધિકારીશ્રી દ્વારા તાપી જિલ્લાના મતદારોને જાગૃત કરવા માટે વિવિધ જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં વ્યારાની સરકારી પોલીટેક્નિક કોલેજ, મા દેવમોગરા સરકારી વિનયન કોલેજ ઉચ્છલ, સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ સહિત, તમામ તાલુકાઓની આઈ.ટી.આઈ.સંસ્થાના કુલ ૪૪૫ જેટલા ભાવિ મતદારો તેમજ નાગરિકોએ ભાગ લીધો હતો.
મતદાન જાગૃતિ ઝુંબેશ હેઠળ વિદ્યાર્થીઓ પુષ્પ દ્વારા રંગોળી, પોસ્ટર ડિઝાઈન, રેલી જેવી અનેકવિધ પ્રવૃત્તિ હાથ ધરીને નાગરિકોને પોતાના બહુમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરવા જાગૃત કર્યા હતા. જિલ્લાના નાગરિકોએ પણ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી હતી. ઉક્ત તમામ સંસ્થાના આચાર્યશ્રીઓ અને સંસ્થા સાથે સંકળાયેલા શિક્ષકોએ સક્ષમ વિદ્યાર્થીઓને મતદાન કરવા સંદેશ પાઠવ્યો હતો.
000