ગવ્હાણ ગામના ભાવિ ઈજનેર હરેશભાઇએ લોકડાઉનને સફળ ગણાવ્યું
Contact News Publisher
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : તા.૧૪ઃ ગવ્હાણ ગામના ભાવિ ઈજનેર હરેશભાઇ ગેનાભાઇ બારસે કોરોના વાઈરસને અટકાવવા સરકારે જાહેર કરેલા લોકડાઉનને સફળ ગણાવ્યું છે. તેઓ ગણપત યુનિવર્સિટી,મહેસાણા ખાતે સિવિલ એન્જીનીયરીંગના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. કોરોના વાઇરસની ભયાનકતાને જોતા સત્વરે સરકારશ્રી દ્વારા શાળા-કોલેજો બંધ કરવાનો નિર્ણય લીધો એ ખરેખર સારૂ છે. ગામડાઓના વિઘાર્થીઓ દુર દુર રહીને અભ્યાસ કરે છે. સમગ્ર વિશ્વમાં ભયાનક બની રહેલા કોરોના વાઇરસને અટકાવવા માટે સરકારે લીધેલું આ કદમ આવકારદાયક કહી શકાય. આજે લોકડાઉન દરમિયાન આપણે સૌએ ધરમાં જ રહી અભ્યાસ કરવાનો છે. ગામડાના તમામ લોકો લોકડાઉનને સફળ બનાવીને કોરોનાને આવતો જ અટકાવીએ.