તાપી જિલ્લા-તાલુકા-ગ્રામ સ્વાગત કાર્યક્રમને સ્થગિત રાખવા નિવાસી અધિક કલેક્ટરશ્રીની સૂચના
Contact News Publisher
ચૂંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતાને ધ્યાને લઈ માર્ચ-૨૦૨૪ સ્વાગત કાર્યક્રમમાં જાહેર જનતા તરફથી મળેલ અરજીઓનો નિકાલ કરવા નિવાસી અધિક કલેક્ટરશ્રીનો અનુરોધ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૦ લોકસભા સામાન્ય ચૂંટણી તથા વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીઓ-૨૦૨૪ ની આદર્શ આચારસંહિતાને કેન્દ્રસ્થાને રાખીને નિવાસી અધિક કલેક્ટરશ્રી તાપીએ માર્ચ થી મે ૨૦૨૪ ના જિલ્લા/તાલુકા-ગ્રામ સ્વાગત કાર્યક્રમ ન યોજવા તથા માર્ચ-૨૦૨૪ ના જિલ્લા-તાલુકા-ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં જાહેર જનતા તરફથી રજૂ કરાયેલી ઓનલાઈન -ઓફલાઈન અરજીઓનો નિયમોનુસાર કાર્યવાહી કરી નિકાલ કરવા અંગે સંબંધિત વિભાગના જિલ્લા-તાલુકાના અધિકારી-કર્મચારીઓને જણાવ્યું છે.
0000