પતિ પત્નીના વહેમના ઝઘડામાં આત્મહત્યાનો પ્રયાસ કરતી પીડિત મહિલાને 181 અભયમ ટીમે બચાવી
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : રાજ્ય સરકારની 181 મહિલા અભયમ હેલ્પલાઇન ટીમ મહિલાઓની સુરક્ષા હેતુ અવિરત કાર્યરત છે ડાંગ જિલ્લા ના આવા જ એક કિસ્સામાં આત્મહત્યાનો પ્રયાસ કરતી પીડિત મહિલા ને 181 મહિલા અભયમ ટીમે બચાવી હતી ડાંગના આહવા ના આવા જ એક જાગૃત પરિવારે પોતાનો પરિવાર ન તૂટે તે માટે 181 મહિલા હેલ્પલાઇનને સંપર્ક સાંધ્યો હતો. ફોન મળતા ને તરત જ 181 ટીમના નેહા મકવાણા તેમજ અર્પણાબેન અને પાઇલોટ ચંદ્રકાંત ભાઇ સાથે ઘટના સ્થળે પહોંચ્યા જ્યારે યુવતી ખૂબ ગભરાયેલી હતી તેમની સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે તેઓને મોટા મોટા દીકરા દીકરીઓ છે દીકરાના ઘરે પણ દીકરીઓ છે જ્યાં પત્નીને પતિનો સાથ સહકાર ન મળતા તેઓના મગજમાં ભ્રમ થઈ ગયો છે કે તેઓના પતિ નો બીજે ક્યાંય સંબંધ છે જેને લીધે તેઓ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી 181 ટીમ સમયસર પહોંચી જતા આ બનાવને અટકાવી શકી હતી. 181મહિલા અભયમ ટીમ એ પીડિત મહિલા ને આત્મહત્યા એક ગંભીર ગુનો બંને છે તે બાબતે માર્ગદર્શન આપીને જીવનના મૂલ્યો વિશે સમજાવી જીવન જીવવાની નવી દિશા બતાવી હતી તેમજ યુવતીને તેઓના પિયરમાં માતા-પિતાના સાથ સહકાર માટે માતા પિતાની સોંપણી કરી હતી જેથી માતા- પિતાએ પણ 181 ટીમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.