વ્યારા ખાતે “પલાશ પર્વ”-હોળી મહોત્સવ ૨૦૨૪ ની રંગેચંગે ઉજવણી કરાઈ
પલાશ પર્વ દરમિયાન આદિવાસી સંસ્કૃતિની ઝલક નિહાળતા નગરજનો
–
કલેકટર શ્રી ડૉ. વિપિન ગર્ગ સહિતના ઉચ્ચ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૭ વ્યારાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી. એન. શાહ સહિતના ઉચ્ચ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં પલાશ પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ હતી.
આ પ્રસંગે કલેક્ટર શ્રી ગર્ગએ આનંદની લાગણી અનુભવતા જણાવ્યું કે, આદિવાસીઓ તેમની અનોખી પરંપરા માટે જાણીતા છે. આ પલાસ પર્વ સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. આદિવાસી સમુદાયના સાંસ્કૃતિક વિરાસત અને અનોખી પરંપરાની ઝલક નિહાળવાનું ઉત્તમ માધ્યમ પલાશ પર્વ છે. જેમાં સહભાગી થવા કલેકટર શ્રીએ નગરજનોને અનુરોધ કર્યો હતો.
આ પર્વની ઉજવણી દરમિયાન નગરજનોએ આદિવાસી સમુદાયની સંગીતકળા, વાદ્યકળા, નૃત્યકળાને નિહાળીને આનંદની લાગણી અનુભવી હતી. જે બાદ નગરજનોએ સખીમંડની બહેનો દ્વારા વિવિધ આદિવાસી સમુદાયની પરંપરાગત વાનગીઓ, મીલેટ્સ વાનગીઓના તથા સહિત વિવિધ વસ્તુઓના સ્ટોલની મુલાકાત લીધી હતી.
૦૦૦