કોબા પ્રાથમિક શાળામાં બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળામાં ગામનાં વતની સ્વ. બાલુભાઈ પરભુભાઈ પટેલની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે તેમનાં પુત્ર કેતનભાઇ અને પ્રકાશભાઈ પટેલ તરફથી તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ. બાલુભાઈ પટેલ પોતે એક કવિ અને લેખક હતાં. વર્ષો સુધી તેમણે શિક્ષક તરીકે ફરજ બજાવીને સમાજને અનેક પ્રકારનું ભાથું પીરસ્યું હતું. તેમણે વૈવિધ્યસભર પુસ્તકોથી સ્વગૃહે લાઇબ્રેરી ઉભી કરી હતી.
આ તકે તેમનાં પુત્ર અને પુત્રવધુએ શાળામાં ઉપસ્થિત રહીને સ્વહસ્તે બાળકોને ભાવપૂર્વક ભોજન પીરસ્યું હતું. અંતમાં શાળાનાં આચાર્ય ડો.ધર્મેશ પટેલે સ્વ.બાલુભાઈનાં પરિવારજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.