પડોશી બહેન દ્ધારા ડાકણ કહેતા મહિલા બહેનએ તાપીની 181 મહિલા હેલ્પલાઇન મદદે આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી કાઉન્સલીગ કરતાં જાણવા મળેલ કે મહિલા બહેન એકલા રહે છે તેમના માતા પિતા હયાત નથી તથા તેમના પતિ એ તેમને છોડી ને બીજા લગ્ન કરી લીધા હતાં જેથી મહિલા બહેન એકલા રહે છે. બહેનના બાજુંમાં રહેતા પડોશી બહેન તેમના પતિ જોડે રહે છે. તેમનો આવવા જવાનો રસ્તો પીડીત બહેનના ધરની સામેથી હતો. અને પીડાતા ના ધરની સામેની જગ્યા બધી પડોશી બહેન તથા તેમના પતિની હતી, આજરોજ પીડીત મહિલા તેમની ધરની બહાર નળમાં પાઈપ લગાવીને પાણી ભરતાં હતાં ત્યારે સામે રહેતા પડોશી બહેનને લાગ્યું કે તેમના આવવા જવાનો રસ્તો ભીનો થશે માટે પિડીત મહિલા ધરમાં ગયા ત્યારે મહિલાના ધરની બહાર જઈ ને પાણીનો પાઈપ ખેંચી ને ફેંકી દેતા મહિલાએ તેમને પુછવા જતાં તેમને ડાકણ કહી ને ઝઘડો કરવા લાગ્યા તથા અહીં રહેવાનો તેમને આધિકાર નથી અહીંથી નીકળી જવા જણાવી ઝધડો કરેલ, પડોશી બહેન ગામમાં પણ પિડીત મહિલાને ડાકણ કહીને બદનામ કરતાં હતાં. જે પીડિત મહિલાને આજુબાજુ રહેતા પડોશી પાસેથી ખબર પડી હતી, મહિલા બહેન મહેનત મજુરી કરી તેમનું જીવન જીવતાં હતાં તેમની કોઈ સાથે લડાઇ ઝધડા ના હતાં માટે તેમને ડાકણ કહેતાં સહન ના થતા તેઓએ પડોશી બહેન ને સમજાવવા 181 મહિલા હેલ્પલાઇન ટીમની મદદ લીધી, ટીમ દ્વારા સ્થળ પર પહોંચી બંને પક્ષોનું કાઉન્સેલીગ કરી પડોશી બહેનને સમજાવવામાં આવ્યા તેમને આમ ડાકણ નહીં કહેવાય તથા કાયદાનું ભાન કરાવેલ, તેમની વચ્ચે નાની બાબતમાં ઝધડો હોવાથી અપશબ્દો બોલાય નહીં તથા પડોશી થઈને એક બીજાને મદદરૂપ થઈ તેમને સમજીને રહેવા જણાવી બંને પક્ષો સમજીને રહેવા માંગતા તેમની વચ્ચે તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા સ્થળ પર સમાધાન કરાવેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other