બુહારી ખાતે ધારાસભ્યશ્રીના હસ્તે રૂા.૧.૫ કરોડના ખર્ચે નિર્માણ થયેલ તળાવનું લોકાર્પણ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૧૬- તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાના અધ્યક્ષ સ્થાને મહાનુભાવોની ઉપસ્થિતિમાં અંદાજીત રૂા.૧.૫ કરોડના ખર્ચે બુહારી તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બુહારી તળાવના વિકાસ પ્રકલ્પ પ્રજાને અર્પણ કરતા ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું હતું કે આજે આનંદનો અવસર છે. દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે આપણો દેશ ૨૦૪૭ સુધીમાં વિશ્વના વિકસિત દેશોની હરોળમાં લઈ જવાનો છે.આપણે જનજન સુધી યોજનાકિય વિકાસના સથવારે આ સિધ્ધિ હાંસલ કરશું. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનાવવા માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. સરકારશ્રીની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે આપણે સૌએ સાથે મળીને પ્રયાસ કરવાનો છે.
બુહારી તળાવનું સુંદર નિર્માણ કરવામાં આવ્યું છે. ડેવલોપમેન્ટ ઓફ બુહારી લેક એટ બુહારી તા. વાલોડ જિ. તાપી, કામની શરૂઆત ૨૦/૧૦/૨૦૨૨ ના રોજ કરવામાં આવી હતી. આ પ્રોજેકટ માટે કુલ રૂપિયા ૨ કરોડ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જે પૈકી અત્યાર સુધી ફાળવેલ કુલ ગ્રાન્ટઃ ૧૪૯.૭૮ લાખ, અત્યાર સુધી થયેલ કુલ ખર્ચઃ ૧૪૯.૭૮ લાખ ખર્ચ થયેલ છે.
જેમાં રબલ પીચીંગ, હાર્ડ મુરમ, માટીકામ, ગેટ, કમ્પાઉન્ડ વોલ, રેલીંગ, ટોઇલેટ બ્લોક, પેવર બ્લોક, ગાર્ડન- ૫૭૮૬.૦૦ ચો.મી., સ્ટેપ એમ્ફી, ગજેબો, જીમ અને રમતગમતના સાધનો, ફાઉન્ટેન, સ્ક્લ્પચર, સીટીંગ બેંચ ,ડસ્ટબીન, ઇલેકટ્રીક વર્ક જેવી કામગીરી કરવામાં આવેલ છે. બુહારી નગરજનો તેમજ આજુબાજુના ગામના લોકોને પણ અહીં વિહાર કરવાનું મન થઈ જાય એટલું રમણિય સ્થળ છે.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ વર્ષાબેન, જ્યોત્સનાબેન, સત્યજીતભાઈ, ઉદયભાઈ, નરેશભાઈ મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી ભાવિન ગામીત સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other