વ્યારા ટાઉનમાં વરલી મટકાના આંકડા ઉપર જુગાર રમાડતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી./પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ, એલ.સી.બી. તાપી તથા એલ.સી.બી. તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ, તથા અ.પો.કો. બ્રિજરાજસિંહ રસિકસિંહને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળેલ છે કે, “વ્યારા ટાઉનમા વેગી ફળીયામા રહેતા ગણેશભાઇ બાબુભાઇ ગામીત પોતાના ઘરની બહાર બેસી મુંબઈથી નિકળતા વરલી મટકાના હારજીતના આંકડા ઉપર જુગાર રમાડે છે” જે બાતમી આધારે એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ, એલ.સી.બી. તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી ગણેશભાઇ બાબુભાઇ ગામીત ઉ.વ.૪૭ રહે. વ્યારા વેગી ફળીયુ તા.વ્યારા જી.તાપી મુંબઈ થી નિકળતા વરલી મટકાના જુગારના આંકડાનો જુગાર રમી/રમાડી કાગળ નંગ-૦૧, તથા બોલ પેન નંગ-૦૧ તથા અલગ અલગ દરની ચલણી નોટ રૂ.૧૧,૮૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઉપરોકત આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ, એલ.સી.બી. તાપી તથા અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો. બ્રિજરાજસિંહ રસિકસિંહ તથા અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ નોકરી પેરોલ/ફર્લો સ્કોડ નાઓએ કામગીરી કરેલ છે.